• Home
  • News
  • અયોધ્યાવાસીઓ માટે વધુ એક ખુશખબર, પર્યટનથી વાર્ષિક 55 હજાર કરોડની થશે આવક
post

આવનારા સમયમાં અયોધ્યા ભારતમાં પર્યટનનું મુખ્ય કેન્દ્ર બનશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-10 15:40:29

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ અહીંની અર્થવ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. એક અનુમાન મુજબ, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી દર મહિને બે કરોડ ભક્તો અયોધ્યા આવશે. જો દરેક પ્રવાસી અહીં ઓછામાં ઓછા બે-અઢી હજાર રૂપિયા ખર્ચે તો તેનાથી વાર્ષિક 55 હજાર કરોડ રૂપિયાની આવક થશે.

પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે આપી માહિતી 

મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે માહિતી આપતા કહ્યું હતું કે, 'રામ મંદિરના નિર્માણથી અયોધ્યા સહિત તેની આસપાસના છ જિલ્લાઓની આર્થિક સ્થિતિ બદલાઈ જશે. જેના કારણે હોટલ, ટેક્સી, રેસ્ટોરન્ટ, હેન્ડીક્રાફ્ટ, કપડા વિક્રેતાઓ વગેરે જેવા વ્યવસાયના લોકોના રોજગારમાં વધારો થશે. અયોધ્યા આવતા પ્રવાસીઓને કેન્દ્રમાં રાખીને પર્યટન વિભાગ 588 કરોડ રૂપિયા અને ચેરિટેબલ વર્ક્સ ડિપાર્ટમેન્ટ કુલ 936 કરોડ રૂપિયા અને 1524 કરોડ રૂપિયાના ખર્ચે પાયાની સુવિધાઓ, વિકાસ, કુંડ-મઠ, મંદિર રિનોવેશન વગેરેનું કામ ઝડપથી પૂરું કરી રહ્યું છે.'

પ્રવાસીઓને મળશે વિશ્વ કક્ષાની સુવિધાઓ

મંત્રી જયવીર સિંહે જણાવ્યું હતું કે, 'અમે અયોધ્યા આવતા દરેક પ્રવાસીને દર 500 મીટરે પીવાનું પાણી, આરામ કરવાની જગ્યા, ટીન શેડ, શૌચાલય, સાઈનેજ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ આપીશું. આ ઉત્સવ દરમ્યાન 14 જાન્યુઆરીથી 24 માર્ચની વચ્ચે રાજ્યભરમાં 8000 રજિસ્ટર્ડ કલાકારો અને અયોધ્યામાં 35 હજાર કલાકારો પરફોર્મ કરશે. 

સમગ્ર રાજ્યમાં 14મીથી કાર્યક્રમો શરૂ

સમગ્ર રાજ્યમાં રામોત્સવની ઉજવણી 8 જાન્યુઆરીથી જ શરુ થઇ ગઈ છે. જેમાં 8 જાન્યુઆરીથી અયોધ્યામાં રામકથા કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. તેમજ  શ્રી રામચરણ પાદુકા યાત્રા 15 જાન્યુઆરીએ ચિત્રકૂટથી શરૂ થશે. જે રામ વન ગમન પથ પરથી પસાર થશે અને 19 જાન્યુઆરીએ અયોધ્યાના નંદી ગામ ખાતે સમાપ્ત થશે.

કાશી જેવી ભવ્ય આરતી આકર્ષશે

પ્રેસ કોન્ફરન્સમાં પર્યટન મંત્રીએ જણાવ્યું હતું કે, 'અમે કાશીની જેમ જ સરયૂ નદીના કિનારે પણ ભવ્ય આરતીનું આયોજન કરીશું જે ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું. આ બાબતે સંબંધિત લોકોને તાલીમ પણ આપવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે અયોધ્યાને ભવ્ય, દિવ્ય અને અલૌકિક બનાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ શ્રી રામના હોર્ડિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જવાબમાં તેમણે કહ્યું કે રામના નામ પર રાજકારણ ન થવું જોઈએ. ભગવાન રામ દરેક કણમાં વિરાજમાન છે. કોઈપણ ભારતીય જે તેમને પોતાના આદર્શ માને છે તે આ કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ.

અયોધ્યામાં આ બાબતો પણ હશે ખાસ 

- 11 જાન્યુઆરીથી અયોધ્યાથી અમદાવાદની ઈન્ડિગોની ફ્લાઈટ શરૂ થશે

- હોમ સ્ટે માટે ઓયોએ 750 રૂમ પ્રોજેક્ટ કર્યા 

- અયોધ્યામાં ગેસ્ટ હાઉસ નેપાળ, કંબોડિયા, સિંગાપુર, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડએ માંગી જમીન 

- 158 નવી હોટલ માટે પ્રાઈવેટ કંપનીઓની પ્રપોઝલ આવી, સબસિડી પણ અપાશે

- અનૂપ જલોટા, કૈલાશ ખેર, અનુરાધા પૌડવાલ, એઆર રહેમાન, સોનુ નિગમ જેવા સિંગર દ્વારા ભજન પણ રજૂ કરવામાં આવશે 

- સરયુમાં કલ્ચરલ આર્ટ બોટ ટ્રીપનું આયોજન કરવામાં આવશે. સાંસ્કૃતિક ગ્રુપ દ્વારા  પ્રદર્શન કરવામાં આવશે

adv

Related News

post
post
post
post
post
post
post