• Home
  • News
  • ચાંદા મામાનો વધુ એક નવો વીડિયો, ISROએ કર્યો શેર, લેન્ડિંગ અંગે આપી અપડેટ
post

ઈસરોએ કહ્યું કે ' મિશન સમયગાળા મુજબ આગળ વધી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-22 17:12:07

ચંદ્રયાન-3 લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડીંગના એક દિવસ પહેલા ઇસરોએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 મિશન નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે, 'ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક' (ISTRAC)માં સ્થિત 'મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ'માં ઉત્સાહનું વાતાવરણ છે. ભારતના ચંદ્ર પરના ત્રીજા મિશન વિશે નવીનતમ માહિતી આપતા ઈસરોએ કહ્યું કે ' મિશન સમયગાળા મુજબ આગળ વધી રહ્યું છે. સિસ્ટમનું નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કામગીરી સરળતાથી ચાલી રહી છે.

લેન્ડિંગનું આવતી કાલે સાંજે 5.20 વાગ્યાથી લાઇવ પ્રસારણ

ઈસરોએ જણાવ્યું કે, ચંદ્રયાન-3નું MOX/ISTRAC પરથી ચંદ્રની સપાટી પર લેન્ડિંગનું લાઇવ પ્રસારણ આવતી કાલે સાંજે 5.20 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક લેન્ડીંગ કરે તેવી અપેક્ષા છે.

ચંદ્રયાનના લેન્ડરે લગભગ 70 કિલોમીટરનું અંતર કાપ્યું છે. લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC)ની ઊંચાઈ પરથી ચંદ્રની કેટલીક તસવીરો મોકલવામાં આવી છે, જેને ઈસરો દ્વારા શેર કરવામાં આવી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post