• Home
  • News
  • રેપકેસમાં ફિલ્મ-પ્રોડ્યુસર ફસાયો:અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે આજે પૂછપરછ માટે બોલાવ્યો, અરેસ્ટ પણ થઈ શકે છે, એક્ટ્રેસ પાયલ ઘોષે રેપનો કેસ ફાઇલ કરાવ્યો છે
post

આ પહેલાં એક્ટ્રેસે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત લઈને અનુરાગ કશ્યપથી તેના જીવને જોખમ હોવાની વાત જણાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-01 12:22:00

રેપના આરોપમાં ફિલ્મ-પ્રોડ્યુસર અનુરાગ કશ્યપની આજે પૂછપરછ થશે. મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનથી અનુરાગને સમન્સ મોકલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તે અરેસ્ટ પણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સમન્સ રિલીઝ કરતા સમયે પોલીસે તેને કહ્યું હતું કે મંજૂરી વગર તે મુંબઈ બહાર ન જાય. એક્ટ્રેસ પાયલ ઘોષે અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ ફાઈલ કરાવ્યો હતો. જોકે અનુરાગે આ બધા આરોપોને નકારી કાઢ્યા છે.

ધરપકડની આશંકા આ માટે
અનુરાગ વિરુદ્ધ 4 ધારા હેઠળ કેસ ફાઈલ થયો છે. ધારા 376 (I) રેપનો આરોપ, 354 એટલે કે મહિલાની મર્યાદા ભંગ કરી તેના પર હુમલો કરવો, 341 એટલે કે કોઈ મહિલાને ખોટી રીતે અટકાવવી અને 342 એટલે કે કોઈને બંધક બનાવવા. એમાં 376 બિનજામીનપાત્ર ધારા છે, માટે પૂછપરછમાં આરોપ સાચા લાગશે તો અનુરાગને અરેસ્ટ પણ કરવામાં આવી શકે છે.

પાયલે ટ્વીટ કરીને કહ્યું- આશા કરું છું ન્યાય મળશે
મુંબઈ પોલીસના સમન્સ પર પાયલ ઘોષે ટ્વીટ કર્યું, 'અનુરાગ કશ્યપને સમન્સ મોકલવા અને વર્સોવા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવા માટે આભાર. આશા કરું છું કે ન્યાય મળશે...!!'

પાયલે #MeToo મૂવમેન્ટનાં ટ્વીટ પણ શેર કર્યાં
પાયલે એના ટ્વિટર અકાઉન્ટ પર અમુક સ્ક્રીન શોટ્સ શેર કર્યા છે. તેનો દાવો છે કે આ પોસ્ટ #MeToo મૂવમેન્ટ સમયની છે. એમાં તેણે એક ફેમસ ડિરેક્ટરનો પણ ઉલ્લેખ કર્યો છે, જેણે કામને બદલે તેને 'ફિઝિકલી ફ્રેન્ડલી' થવાની સલાહ આપી હતી. પાયલે એવું પણ કહ્યું હતું કે મારી અમુક પોસ્ટ જે #MeToo મૂવમેન્ટ દરમિયાન મારા મેનેજર અને મારા પરિવારે ડિલિટ કરાવી દીધી હતી. હું એ વાતનું ધ્યાન રાખીશ કે #MeTooIndiaનું નામ કંઈક અલગ કરી દઉં, કારણ કે #metooindia ફેક છે અને પ્રભાવશાળી લોકોનું ગુલામ છે.

એક્ટ્રેસ રાજ્યપાલને મળી હતી
આ પહેલાં એક્ટ્રેસે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત લઈને અનુરાગ કશ્યપથી તેના જીવને જોખમ હોવાની વાત જણાવી હતી. રાજભવન બહાર આવીને એક્ટ્રેસે કહ્યું હતું કે 'રેપનો આરોપી જાહેરમાં ફરી રહ્યો છે, માટે તેને સુરક્ષા આપવામાં આવે.' રાજભવનમાં એક્ટ્રેસ સાથે રાજકારણી રામદાસ આઠવલે અને તેમની પાર્ટીના અમુક કાર્યકર્તા પણ હાજર હતા. એક્ટ્રેસે કહ્યું હતું કે જો કશ્યપને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં ન આવ્યો તો તે ભૂખહડતાલ પર બેસી જશે.

22 સપ્ટેમ્બરે કશ્યપ વિરુદ્ધ રેપકેસ ફાઇલ થયો
22
સપ્ટેમ્બરે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસે અનુરાગ કશ્યપ વિરુદ્ધ મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ ફાઈલ કરાવ્યો. એક્ટ્રેસનો આરોપ છે કે કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના એક લોકેશન પર રેપ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post