• Home
  • News
  • ઈતિહાસમાં આજે:એપલના સંસ્થાપક અને મહાન ઈનોવેટર સ્ટીવ જોબ્સ કેન્સર સામે હાર્યા; જેમ્સ બોન્ડ પહેલી વખત પડદાં પર; અમેરિકાના રાષ્ટ્રપતિનું ભાષણ પ્રથમવાર ટીવી પર ટેલીકાસ્ટ થયું
post

1989માં તિબેટના 14માં દલાઈ લામા તેનજિન ગ્યાત્સોને માનવાધિકારો માટે કામ કરવા બદલ નોબલ શાંતિ પુરસ્કાર મળ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 10:16:54

આઈફોન, આઈપોડ, આઈપેડ અને મૈક જેવી પ્રોડકટ્સની મદદથી વિશ્વભરમાં ઈનોવેશન માટે પ્રસિદ્ધિ મેળવનાર સ્ટીવ જોબ્સનું મોત પેન્ક્રિયાટિક કેન્સરના કારણે 5 ઓક્ટોબર, 2011નાં રોજ થયું. તેમના જીવન સાથે સંકળાયેલી અનેક વાર્તાઓ એવી છે, જે યુવાનો સહિત દરેકને પ્રેરિત કરે છે. તેઓએ 12 જૂન 2005નાં રોજ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોગ્રામમાં જે કહ્યું, તેના કેટલાંક અંશ આ પ્રકારે છે-

જોબ્સે કહ્યું હતું કે, મને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. મારી માં કોલેજ સ્ટૂડન્ટ હતી અને તેના લગ્ન પણ થયા ન હતા. મારા જન્મ પહેલાં જ માંએ નક્કી કર્યુ હતું કે મને એક ગ્રેજ્યુએટ દંપત્તિને સોંપશે. પરંતુ એવું ન થયું. મારી માં શરૂઆતમાં મને કોઈને સોંપવાની વાતના વિરોધમાં હતી, પરંતુ બાદમાં રાજી થઈ ગઈ. શરત એ હતી કે મને કોલેજમાં મોકલવામાં આવશે. પરંતુ, મેં કોલેજથી ડ્રોપ લઈ લીધો. આજે પાછળ વળીને જોઉં છું તો મને લાગે છે કે મારો નિર્ણય યોગ્ય હતો.

તેઓએ કહ્યું- હું લકી રહ્યો કે જે કરવા માગતો હતો, તે બધું જ મેં કર્યુ. ગેરેજમાં એપલની શરૂઆત કરી, તો તે સમયે હું માત્ર 20 વર્ષનો જ હતો. 10 વર્ષ સુધી હું એપલની ઉંચાઈ પર હતો. બે લોકોથી શરૂ થયેલી કંપની બે બિલિયન લોકો સુધી પહોંચી અને 4000 કર્મચારી હતા. અમે મેકિંટોશ લોન્ચ કર્યુ. ભવિષ્યને લઈને અમારા વિઝન ફેઈલ થઈ ગયા હતા. 30 વર્ષની ઉંમરે મને કંપનીમાંથી હાંકી મુકવામાં આવ્યો હતો. જોબ્સ કહેતા હતા કે, તેઓએ 17 વર્ષની ઉંમરે એક કોટેશન વાંચ્યુ હતું - તમે દરરોજ એવું વિચારીને જીવો કે આજે અંતિમ દિવસ છે. આ વાક્યએ તેને ખુબ જ પ્રભાવિત કર્યા. 33 વર્ષ સુધી તેઓ રોજ સવારે અરિસામાં ચહેરો જોતા અને વિચારતા કે આજે અંતિમ દિવસ છે. આ વાતે મને તે કરવાથી પ્રેરિત કર્યો, જે હું કરવા માગતો હતો.

1962: જેમ્સ બોન્ડ પહેલી વખત પડદાં પર

કાલ્પનિક ચરિત્ર બ્રિટિશ જાસૂસ જેમ્સ બોન્ડ જે કોડ નેમ 007થી પણ ઓળખાય છે, પહેલી વખત 1962માં મોટી સ્ક્રીન પર જોવા મળી. બ્રિટિશ જાસૂસી એજન્સી MI6 માટે કામ કરનારા જેમ્સ બોન્ડનું ચરિત્ર ઈયાન ફ્લેમિંગની નોવેલમાંથી લેવામાં આવ્યું હતું. શરૂઆતની ફિલ્મો ફ્લેમિગની નોવેલ અને શોર્ટ સ્ટોરીઝ પર આધારીત હતી. આ ફ્રેન્ચાઈઝ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત ચાલનારી ફિલ્મ સીરીઝમાં અકબંધ છે., જે 1962થી લઈને 2010 સુધી સતત જોવા મળી. પહેલી ફિલ્મ સીન કોનરી જેમ્સ બોન્ડ તરીકે જોવા મળ્યા હતા.

1947: અમેરિકામાં પ્રેસિડન્ટે ટીવીની મદદથી ભાષણ આપ્યું

અમેરિકાના 33માં રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેનએ ટીવીની મદદથી લોકોને ભાષણ આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે યુરોપ બીજા વિશ્વયુદ્ધના દુષપરિણામોનો સામનો કરી રહ્યાં છે અને આ કારણે જ અનાજનો ઉપયોગ ઓછો કરો. તેઓએ લોકોને મંગળવારે માંસ ન ખાવાની, ગુરૂવારે ઈંડા અને પોલ્ટ્રીથી અંતર જાળવવા તેમજ રોજ એક સ્લાઈસ બ્રેડ ઓછી ખાવાની અપીલ કરી હતી.

આજની તારીખને આ ઘટનાઓને લઈને પણ યાદ કરવામાં આવે છે-

·         1524: ભારતીય ઈતિહાસની પ્રસિદ્ધ વીરાંગના રાણીઓમાંથી એક રાણી દુર્ગાવતીનો જન્મ થયો.

·         1676: ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ઈંગ્લેન્ડના રાજાથી મુંબઈમાં ભારતીય મુદ્રા બનાવવાનો અધિકાર મળ્યો.

·         1789: ફ્રાંસની ક્રાંતિ દરમિયાન પેરિસની મહિલાઓએ વર્સેલિસ સુધી માર્ચ કર્યુ.

·         1793: ફ્રાંસીસી ક્રાંતિ દરમિયાન ફ્રાંસમાં ઈસાઈ ધર્મનું વિસ્થાપિત થયું.

·         1796: સ્પેનએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી.

·         1864: સિનેમેટોગ્રાફરનું પેટન્ટ કરાવનાર લુઇસ જ્યાં લ્યુમિયરેનો જન્મ થયો.

·         1880: એલેન્જો ટી ક્રોસે પહેલી બોલપોઈન્ટ પેનનું પેટેન્ટ કરાવ્યું.

·         1910: પોર્ટુગલમાં રાજાશાહી ખતમ થઈ અને ગણતંત્રની સ્થાપના થઈ.

·         1915: બલ્ગેરિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો.

·         1944: ફ્રાંસમાં મહિલાઓને મતાધિકાર મળ્યો.

·         1988: બ્રાઝીલની બંધારણી બેંચે બંધારણને મંજૂરી આપી.

·         1989: મીરા સાહિબ બીવી સુપ્રીમ કોર્ટમાં પહેલા મહિલા જજ બન્યાં.

·         1989: તિબેટના 14માં દલાઈ લામા તેનજિન ગ્યાત્સોને માનવાધિકારો માટે કામ કરવા બદલ નોબલ શાંતિ પુરસ્કાર મળ્યું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post