• Home
  • News
  • સ્ટિવ જોબ્સની 9મી પુણ્યતિથિ:એપલના એમ્પ્લોઈ નં.1 અને સ્ટિવ જોબ્સના દોસ્ત બિલ ફર્નાન્ડિસ જણાવે છે કે, સ્ટિવ હોવું એટલે શું...
post

જોબ્સ કડક બોસ હતા, તેઓ ટેલેન્ટેડ લોકોની ટીમ બનાવીને દુનિયાની બેસ્ટ પ્રોડક્ટ બનાવવાની કળા જાણતા હતા: બિલ ફર્નાન્ડિસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 10:11:32

એપલના એમ્પ્લોઈ નં.1 અને સ્ટિવ જોબ્સના દોસ્ત બિલ ફર્નાન્ડિસે જણાવ્યું કે, હું સ્ટિવને 12 વર્ષની ઉંમરે મળ્યો. ત્યારે હું સાતમા ધોરણમાં હતો. અમે બંને શરમાળ હતા અને બીજા લોકો સાથે બહુ ભળતા નહીં. આ કારણે અમે દોસ્ત બની ગયા. એ વખતે મારી માતાએ અમારું ઘર જાપાનીઝ સ્ટાઈલથી સજાવ્યું હતું, જે સ્ટિવને પસંદ પડ્યું. જાપાની ડિઝાઈનથી પ્રભાવિત થઈને સ્ટિવને ઓછી જગ્યામાં વધુ ચીજ રાખવાની કળામાં રસ પડ્યો. સમય જતા એપલની પ્રોડક્ટ્સમાં પણ એ પાસું દેખાયું અને તે કંપનીની સફળતાનું કારણ પણ બન્યું.

આઠમા ધોરણમાં અમે એક ઈલેક્ટ્રોનિક પ્રોજેક્ટ પર કામ કર્યું. ત્યાર પછી અમે બંને આખો દિવસ ઈલેક્ટ્રોનિક્સ વિશે જ વિચારતા. જો અમે 1960-70ના દસકામાં સાન ફ્રાન્સિસ્કોના ક્યુપર્ટીનોમાં મોટા ના રહેતા હોત, તો ઈલેક્ટ્રોનિક્સમાં અમને રસ ના પડ્યો હોત! અમારી આસપાસ અનેક એન્જિનિયરો રહેતા. મારા શોખે મને એન્જિનિયરે બનાવ્યો અને જોબ્સને ટેલેન્ટેડ લોકોની ટીમ બનાવવામાં રસ હતો. તે ઝનૂની ઉદ્યોગસાહસિક હતો. તેણે એન્જિનિયરિંગ સ્કિલનો ઉપયોગ કરીને અદભુત ટીમ બનાવી, જે દુનિયાની બેસ્ટ ક્વૉલિટીની પ્રોડક્ટ બનાવવા સક્ષમ હતી. એટલે જોબ્સ વિના પણ એપલ મહાન કંપની છે.

જોબ્સને પહેલો એન્જિનિયર મળ્યો, સ્ટિવ વૉઝ્નિયાક. વૉઝ્ મારા પાડોશી હતા અને તેમના પર કમ્પ્યુટર બનાવવાનું ઝનૂન સવાર હતું. તેમની જિદ જોબ્સને પસંદ પડી અને બંને પાક્કા દોસ્ત બની ગયા. તેમણે બ્લૂ બોક્સ ટેક્નોલોજીથી દુનિયાભરમાં ફ્રી કૉલ કરી શકાય એવું ડિવાઈઝ બનાવ્યું. એ વખતે હિપ્પી મુવમેન્ટ ચાલતી હતી જોબ્સ ભારત પહોંચી ગયા. આ દરમિયાન વૉઝે વીડિયો ગેમ રમવા એક સર્કિટ બનાવી. ભારતથી પાછા ફરીને જોબ્સે વિચાર્યું કે, આ સર્કિટને ડિવાઈસમાં બદલીને વેચવી જોઈએ. 1975માં જોબ્સે તે ડિવાઈસમાં પરિવર્તિત કરી અને 700 ડૉલરમાં અટારી કંપનીને વેચી. એ જ વર્ષે વૉઝકનું કમ્પ્યુટર પણ બની ગયું અને વીડિયો ગેમની સર્કિટે કમ્પ્યુટરની ડિઝાઈન વધુ સટીક બનાવી. 1 એપ્રિલ, 1976ના રોજ તે બંનેએ એપલ શરૂ કરી અને હું પહેલો કર્મચારી બન્યો. અમે ત્રણેયે કોલેજ છોડી દીધી. 1977માં એપલ લિસ્ટેડ કરી. રૉડ હોલ્ટ એન્જિનિયરિંગ ડિવિઝનની હેડ બની.

કંપની લિસ્ટેડ થયા પછી હું ચોથો કર્મચારી બન્યો. વૉઝ્ પહેલા, જોબ્સ બીજા અને રૉડ ત્રીજી હતી. 18 મહિના પછી હું એપલ છોડીને જાપાન ગયો. 1981માં પાછો આવ્યો અને જોબ્સ પાસે જઈને નોકરી માંગી. હું ‌ફરી ચોથો કર્મચારી બન્યો અને જોબ્સના ડ્રીમ પ્રોજેક્ટ મેકિન્ટોશનો હિસ્સો બન્યો. જોબ્સ સાથે અમે ભવિષ્ય જીવતા અને દુનિયા બદલી નાંખે એવા પ્રોજેક્ટ પર કામ કરતા. જોબ્સ એક પ્રેમાળ દોસ્ત હતો, પરંતુ બહુ કડક બોસ પણ હતો. 1986માં બોર્ડ સાથે સંબંધ બગડતા જોબ્સે રાજીનામું આપી દીધું અને નેક્સ્ટ કંપની શરૂ કરી. 1995માં જોબ્સની નવી કંપની પિક્સારનો આઈપીઓ આવ્યો અને જોબ્સ બિલિયોનેર બની ગયા. 1997માં જોબ્સ એપલમાં પાછા આવ્યા અને એપલ એક મહાન કંપની બની ગઈ.

જોબ્સ જાતે જ હોદ્દો નક્કી કરવાની આઝાદી આપતા
બિલ ફર્નાન્ડિસ સ્ટિવના ડ્રીમ પ્રોજેક્ટ મેકિન્ટોશનો હિસ્સો હતા, પરંતુ 1993માં એપલની સ્થિતિ બગડતા તેમની નોકરી જતી રહી. બિલ કહે છે કે, અમે બધા અમારી જાતને એક કલાકાર સમજતા. જેવી રીતે કલાકાર પોતાના સર્જન પર સહી કરે, એમ અમે પણ મેકિન્ટોશના પેકિંગ પર સહી કરતા. જોબ્સે અમને અમારા હોદ્દા જાતે નક્કી કરવાની પણ આઝાદી આપી હતી. મારો હોદ્દો હતો માસ્ટર ઓફ ઈલ્યુઝન’.

 

adv

Related News

post
post
post
post
post
post
post