• Home
  • News
  • Appleનો ભારતનો પહેલો સ્ટોર મુંબઈમાં, આ જ મહિને ઓપનિંગ: મુંબઈની કાળી-પીળી ટેક્સી પેટર્નથી સ્ટોરની ડિઝાઈન બનાવી, એક વર્ષમાં ભારતનાં મોટાં શહેરોમાં સ્ટોર્સ હશે
post

ભારતમાં ફર્સ્ટ-પાર્ટી સ્ટોર રાખવાથી ગ્રાહકોને ઘણા ફાયદા થઈ શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-05 18:59:02

મોબાઈલ ફોનની દુનિયામાં તરખાટ મચાવનાર કંપની એપલની હવે ભારતમાં ઓફિશિયલી એન્ટ્રી થઈ ચૂકી છે. એપલના CEO ટીમ કૂકે સત્તાવાર જાહેરાત કરી છે કે એપ્રિલમાં જ ભારતના પહેલા એપલ સ્ટોરનું ઓપનિંગ થઈ જશે. ટૂંક સમયમાં બીજો સ્ટોર દિલ્હીમાં ઓપન થશે અને એક વર્ષમાં ભારતનાં મોટાં શહેરોમાં એપલના સ્ટોર્સ હશે. મુંબઈમાં બાંદ્રા ઇસ્ટમાં બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ એટલે જિઓ ડ્રાઈવ મોલમાં આ સ્ટોર બનાવવામાં આવ્યો છે. 22 હજાર સ્કવેર ફૂટમાં બનેલો મુંબઈનો એપલ સ્ટોર Apple BKC તરીકે ઓળખાશે.
મુંબઈની ટેક્સીની પેટર્ન જેવી ડિઝાઈન
Apple BKC સ્ટોર મુંબઈની ઓળખ એવી કાળી-પીળી ટેક્સી આર્ટ પરથી સ્ટોરની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. એપલના ચાહકો Apple BKCના વોલપેપરને ડાઉનલોડ કરી શકે છે અને ભારતમાં તેના પ્રથમ સ્ટોરના પ્રારંભ માટે Apple Music પર નવું પ્લેલિસ્ટ પણ જોઈ શકે છે.

એપલે ઇન્ડિયન માર્કેટમાં રેકોર્ડ બનાવ્યો
Appleએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેણે ભારતીય બજારમાં વધુ એક આવકનો રેકોર્ડ બનાવ્યો છે. Apple CEO ટિમ કૂકે જણાવ્યું હતું કે, અમે 2023ના ત્રણ જ મહિનામાં આવકનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં સૌથી વધારે આઈફોન વેચાયા. 2022ના હોલિડે ક્વાર્ટરમાં એટલે દિવાળી આસપાસ 20 લાખ આઈફોન વેચાયા. આનાથી iPhonesનો ભારતીય માર્કેટ હિસ્સો 2022 માટે 5.5% પર પહોંચ્યો. જેના કારણે બિઝનેસમાં 11 ટકાનો સીધો વધારો થયો.

પ્રીમિયમ બ્રાન્ડ્સનું હબ છે જિઓ ડ્રાઇવ મોલ
મુંબઈમાં બાંદ્રા ઇસ્ટમાં એક સમયે બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સથી ઓળખાતું કોમ્પલેક્સ હવે નવા રંગરૂપ ધારણ કરી ચૂક્યું છે અને આ કોમ્પલેક્સે હવે જિઓ વર્લ્ડ ડ્રાઈવ મોલ તરીકે ઓળખાય છે. આ મોલ અત્યારે વિશ્વભરની ઘણી પ્રીમિયમ બ્રાન્ડ્સનું હબ છે. મુંબઈમાં એપલે લોકો માટે 'હેલ્લો મુંબઈ' ટેગ લાઈન રાખી છે.

 બીજાં શહેરોમાં પણ સ્ટોર ખોલશે એપલ
2021માં જ એવા સમાચાર આવ્યા હતા કે એપલ ભારતમાં તેનો પહેલો સ્ટોર ખોલશે પણ કોરોનાના કારણે તે શક્ય નહોતું બન્યું. પછી નક્કી થયું કે 2022માં ઓપનિંગ થશે. પણ કોરોનાની બીજી લહેરના કારણે તે પણ સંભવ થયું નહીં એટલે હવે 2023ના એપ્રિલમાં ઓફિશિયલી ભારતમાં એપલની એન્ટ્રીની જાહેરાત થઈ ચૂકી છે. મુંબઈ પછી ટૂંક સમયમાં દિલ્હીમાં પણ સ્ટોર ખૂલશે અને એ પછી કંપની ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગ્લોર જેવાં મોટાં શહેરોમાં જાયન્ટ સ્ટોર્સ ખોલશે.

ભારતમાં ફર્સ્ટ-પાર્ટી સ્ટોર રાખવાથી ગ્રાહકોને ઘણા ફાયદા થઈ શકે છે. ગ્રાહકો તેમની ખરીદીનો નિર્ણય લેતા પહેલાં માત્ર ઉપકરણોનો જ અનુભવ કરી શકતાં નથી પરંતુ વિવિધ મોડલ્સને પણ ગોઠવી શકે છે. જ્યારે કંપની પાસે સમગ્ર ભારતમાં કેટલાક અધિકૃત રિટેલ સ્ટોર્સ છે, ત્યારે ઉપલબ્ધ વિકલ્પોમાં કસ્ટમ કન્ફિગરેશનની સુવિધા એટલી સરળ નથી. Apple તેના સ્ટોર ગ્રાહકો માટે ટ્રેડ-ઇન વેલ્યુ, એક્સચેન્જ ડીલ્સ અને વધુ ઓફર પણ કરી શકે છે. ગ્રાહકો વિવિધ ઉત્પાદનો વિશેના તેમના પ્રશ્નોના ઉકેલ માટે એપલ નિષ્ણાતો સાથે પણ વાર્તાલાપ કરી શકે છે. તેના વિશે વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર થવી જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post