• Home
  • News
  • એપલનો ત્રિમાસિક નફો ગૂગલ અને માઈક્રોસોફ્ટની કુલ પ્રોપર્ટી જેટલો; રિલાયન્સની સરખામણીએ 13 ગણો
post

ડિસેમ્બર ત્રિમાસિકમાં એપલની રેવન્યુ પણ રેકોર્ડ 6.54 લાખ કરોડ રૂપિયા રહી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 11:52:17

અમેરિકાની બે અગ્રણી ટેક કંપનીઓ ગૂગલ અને માઈક્રોસોફટને ઓક્ટોબર-ડિસેમ્બરમાં જેટલો નફો થયો તેટલ નફો એકલી એપલ કંપનીનો છે. ગત ત્રિમાસિકમાં એપલને 1.58 લાખ કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. તે કોઈ અમેરિકાની કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો નફો છે. ગત ત્રિમાસિકમાં માઈક્રોસોફટનો નફો 82,890 કરોડ રૂપિયા અને ગૂગલનો 75641 કરોડ રૂપિયા રહ્યો. ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સરખામણીમાં એપલનો નફો 13 ગણો વધ્યો છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સને 11,640 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો.

એપલનો ત્રણ મહિનાનો પ્રોફિટ રિલાયન્સના સમગ્ર વર્ષના પ્રોફિટથી સાડા ત્રણ ગણો વધારે

રિલાયન્સ

ત્રિમાસિક

નફો(રૂપિયા)

જાન્યુઆરી-માર્ચ

10,362 કરોડ

એપ્રિલ-જૂન

10,104 કરોડ

જુલાઈ-સપ્ટેમ્બર

11,262 કરોડ

ઓક્ટોબર-ડિસેમ્બર

11,640 કરોડ

4 ત્રિમાસિકમાં કુલ નફો

43,368 કરોડ (1 ત્રિમાસિકમાં એપલનો નફોઃ 1.58 લાખ કરોડ)

એમેઝોનની સરખામણીમાં એપલનો નફો 7 ગણો

અમેરિકાની સૌથી મોટી -કોમર્સ કંપની એમેઝોનને ગત ત્રિમાસિકમાં 23,430 કરોડ રૂપિયાનો નફો જાહેર કર્યો હતો. તેની સરખામણીમાં એપલનો પ્રોફિટ લગભગ 7 ગણ છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં એપલને ફ્લેગશીપ પ્રોડક્ટ આઈફોનનું વેચાણ વધવાથી ફાયદો થયો હતો. એપલની રેવન્યુમાં આઈફોનનો શેર 61 ટકા રહ્યો. આઈફોનના વેચાણમાં છેલ્લા પાંચ ત્રિમાસિકમાં પ્રથમ વાર વધારો થયો. આઈફોનનો રેવન્યુ ગ્રોથ 8 ટકા રહ્યો.

એપલ માર્કેટમાં પણ અમેરિકાની સૌથી મોટી કંપની, વિશ્વમાં બીજા નંબર પર

કંપની/દેશ

માર્કેટ કેપ(રૂપિયા)

સાઉદી અરામકો(સાઉદી અરબ)

126 લાખ કરોડ

એપલ(અમેરિકા)

101 લાખ કરોડ

માઈક્રોસોફટ(અમેરિકા)

99 લાખ કરોડ

એમેઝોન(અમેરિકા)

73 લાખ કરોડ

આલ્ફાબેટ(અમેરિકા)

72 લાખ કરોડ

એપલની માર્કેટ કેપિટલાઈઝેશન રિલાયન્સથી 14 ગણી

માર્કેટ કેપમાં ભારતની ટોપ-5 કંપનીઓ

કંપની

માર્કેટ કેપ (રૂપિયા)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

9 લાખ કરોડ

ટીસીએસ

8 લાખ કરોડ

એચડીએફસી બેન્ક

6.80 લાખ કરોડ

હિન્દુસ્તાન યુનીલીવર

4.67 લાખ કરોડ

એચડીએફસી

4.16 લાખ કરોડ

 

 

adv

Related News

post
post
post
post
post
post
post