• Home
  • News
  • દેશમાં 2 વેક્સિનને મંજૂરી:AIIMSના ડાયરેક્ટરે કહ્યું- બીજો ડોઝ લીધાના 1 સપ્તાહ પછી એન્ટિબોડીઝ ડેવલપ થશે
post

સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, કોવિશીલ્ડના લગભગ 7.5 કરોડ અને કોવેક્સિનના લગભગ 1 કરોડ ડોઝ તૈયાર છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-04 11:58:36

દેશમાં કોરોનાની વેક્સિનની રાહ સમાપ્ત થઈ ગઈ. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ રવિવારે કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઈમર્જન્સી યુઝ માટેની મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન સ્વદેશી વેક્સિન છે. હાલ એના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. આ પહેલાં જ એના ઈમર્જન્સી યુઝની મંજૂરી આપવામાં આવી છે. એને બનાવનારી કંપની ભારત બાયોટેકે હાલ પણ એ નથી જણાવ્યું કે એ કેટલી અસરકારક છે. હા, એવું જરૂર કહ્યું છે કે એ ઉપયોગ માટે 100 ટકા સુરક્ષિત છે. આ બધાની વચ્ચે દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે બીજો ડોઝ લીધાના 2 સપ્તાહ પછી શરીરમાં એન્ટિબોડીઝ ડેવલપ થશે.

લોકોને વેક્સિનેશન પ્રોગ્રામ હેઠળ વેક્સિન લગાવાશે. કંપનીઓને કહેવાયું છે કે ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી કરીને રિપોર્ટ સોંપશે, જેથી સ્થાયી લાઈસન્સ અંગે નિર્ણય થઈ શકે. DCGIએ કહ્યું હતું કે બન્ને વેક્સિનથી સામાન્ય સાઈડ ઈફેક્ટ થાય છે, જેવી કે હળવો તાવ, એલર્જી વગેરે છે, પણ બન્ને વેક્સિન 100 ટકા સુરક્ષિત છે. વેક્સિનથી નપુંસક થવા જેવી વાતો ખોટી છે.

બની શકે કે જે રાજ્યમાં કોવિશીલ્ડનો જથ્થો મોકલવામાં આવશે, ત્યાં કોવેક્સિન ન મોકલવામાં આવે, જેનાથી વેક્સિનેશન દરમિયાન કોઈપણ પ્રકારની અસમંજસની સ્થિતિ નહીં બને. એના માટે બે-ત્રણ દિવસમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી થઈ જશે. મંજૂર કરવામાં આવેલી બન્ને વેક્સિનના બે-બે ડોઝ લાગશે. જુલાઈ સુધી 30 કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય છે.

કોવેક્સિન-ત્રણ તબક્કામાં 22 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી છે, પરિણામ આવવાનાં બાકી છે
ICMR
મહાનિયામક પ્રો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે આ વેક્સિન પૂરી રીતે સુરક્ષિત છે. વાઈરસમાં અત્યારસુધી જેટલા ફેરફાર થયા છે એ બધાની પર કામ કરશે. કેટલી અસરકારક છે એ પણ સ્પષ્ટ નથી. પ્રાણીઓ પર થયેલા અભ્યાસમાં એ પૂરી રીતે અસરકારક રહી. પહેલા અને બીજા ફેઝમાં 800 લોકોને વેક્સિન આપવામાં આવી હતી, જેમાંથી કોઈને પણ કોરોના નથી થયો. ત્રીજા તબક્કામાં જે 22 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી, તેમાંથી અત્યારસુધી સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. અંતિમ પરિણામ આવવાનાં બાકી છે.

કોવિશીલ્ડઃ હાફ ડોઝ 90% સુધી અસરકારક, બે ફુલ ડોઝ 62% અસરકારક; સરેરાશ 70%
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે હાલ અમે વેક્સિન માત્ર સરકારને આપીશું. જ્યારે અમારી પાસે સ્થાયી લાઈસન્સ હશે ત્યારે અમે નિકાસ પણ કરી શકીએ છીએ, જેમાં કોઈ વાંધો નથી. ટ્રાયલમાં કોવિશીલ્ડના વોલન્ટિયર્સને પહેલા હાફ પછી ફુલ ડોઝ આપવામાં આવ્યો છે. હાફ ડોઝ 90% સુધી અસરકારક છે. એક મહિના પછી ફુલ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે બન્ને ફુલ ડોઝ આપવામાં આવ્યા તો અસર 62% રહી ગઈ. બન્ને પ્રકારના ડોઝમાં સરેરાશ 70% પ્રભાવશીલતા રહેશે.

હાલ માત્ર વયસ્કોનું વેક્સિનેશન, પછી 18 વર્ષથી ઓછી ઉંમરવાળા પર પણ રિસર્ચ કરાશે
સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, કોવિશીલ્ડના લગભગ 7.5 કરોડ અને કોવેક્સિનના લગભગ 1 કરોડ ડોઝ તૈયાર કરાયા છે. ICMRના મહાનિયામક પ્રો. બલરામ ભાર્ગવે કહ્યું હતું કે હાલ દુનિયામાં ઉંમરલાયક લોકોને જ વેક્સિન લગાવવામાં આવી રહી છે. ત્યાર પછી 18 વર્ષથી ઓછી ઉંમરવાળા પર રિસર્ચ થશે. પરિણામ આવવા પર આ ઉંમરના લોકોને પણ વેક્સિન આપવા અંગે નિર્ણય લેવાશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post