• Home
  • News
  • મ્યાનમારમાં સેનાની નિર્દયતા:એરફોર્સે બોર્ડર પાસેના ગામોમાં બોમ્બ ફેંક્યા, જીવ બચાવવા લોકો ગુફાઓમાં છુપાયા; 3 હજાર ભયભીત લોકો થાઈલેન્ડ નાસી ગયા
post

12 દેશોના સંરક્ષણના વડાએ મ્યાનમારના સૈન્યની કાર્યવાહી ઉપર સવાલો ઉઠાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-30 09:45:34

મ્યાનમારમાં સેનાનો ત્રાસ દીવસેને દીવસે વધી રહ્યો છે. શનિવારે એક વ્યક્તિની અંતિમ યાત્રામાં અંધાધુંધ ગોળીઓ વરસાવ્યા બાદ તેના બીજા જ દીવસે એરફોર્સે બોર્ડરથી નજીક આવેલા એક ગામમાં હવાઈ હુમલો કર્યો હતો. જેમાં બાળકો સહિત ઘણાબધા લોકો મૃત્યું પામ્યા હોય તેવી આશંકાઓ જણાવાઈ રહી છે. લોકલ મીડિયાના માધ્યમથી રોયટર્સે જણાવ્યું હતું કે આ ગામ મ્યાનમારના દક્ષિણપૂર્વી કરેન રાજ્યમાં છે. આ હુમલાથી પોતાનો જીવ બચાવવા માટે લોકો આસપાસની ગુફાઓમાં છુપાઈ ગયા હતા.

સેનાના હુમલાથી ભયભીત થઈને લગભગ 3 હજાર લોકો થાઈલેંન્ડ સ્થળાંતર કરવા મજબૂર થયા હતા. આ વિસ્તાર બળવાખોર જૂથ કરેન નેશનલ યૂનિયન (KNU)ના કબ્જામાં છે. KNUના કહ્યા પ્રમાણે તેઓ સેંકડો લોકોને અહીંયા શરણ આપી રહ્યા છે, જેઓ અત્યારે દેશમાં વધી રહેલી હિંસાના પગલે જાન બચાવીને સેન્ટ્રલ મ્યાનમાર પહોંચ્યા છે.

KNUના જણાવ્યા પ્રમાણે સેનાનો હુમલો રાત્રે લગભગ 8 વાગે થયો હતો. તેના બ્રિગેડ-5 ફોર્સના નિયંત્રણવાળા વિસ્તારોમાં ફાઈટર જેટ્સે બોમ્બ વર્ષા કરી હતી. આ ગ્રુપનું કહેવું છે કે ગયા મહિને સેનાએ સત્તા પલટો કર્યાં બાદ ગૃહયુદ્ધની આશંકા વધી ગઈ છે. જોકે, આ બાબતમાં મ્યાનમારની સેના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

વર્ષ 2015માં સરકાર સાથે કરી હતી યુદ્ધવિરામ સમજૂતી
અહેવાલ પ્રમાણે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષમાં આ સૌથી મોટો હુમલો છે. KNUએ વર્ષ 2015માં સરકાર સાથે યુદ્ધવિરામ સમજૂતી કરી હતી. સેનાએ ગત 1 ફેબ્રુઆરીના રોજ સરકારનો સત્તા પલટો કર્યો હતો. તેની પહેલા શનિવારે KNUના જણાવ્યા અનુસાર બ્રિગેડ-5 ફોર્સે સેનાના એક બેઝ ઉપર હુમલો કર્યો હતો. જેમાં લશ્કરના ઉપરી અધિકારી સહિત 10 સૈનિકોના મોત નીપજ્યાં હતા. એ જ દીવસે મ્યાનમારની સેનાએ રાજધાની નેપાઈતૉમાં આર્મ્ડ ફોર્સ ડે ઉજવ્યો હતો.

શનિવારે 114 પ્રદર્શકારીઓના મોત થયા હતા
મ્યાનમારમાં સત્તા પલટા સામે જારી હિંસાના વિરોધ-પ્રદર્શનો વચ્ચે સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપીમાં શનિવારે 114 લોકોના મોત થયા હતા. સત્તાપલટા બાદ કોઈ એક દિવસમાં આ સૌથી વધારે મોત થયા છે. મ્યાનમાર નાઉ ન્યૂઝ પોર્ટલે તેમના અહેવાલમાં શનિવારના રોજ 44 શહેરોમાં પ્રદર્શન અને 114 લોકોના મોત નીપજ્યાં હોવાની જાણકારી આપી હતી. ત્યાં બીજા એક સમાચારપત્રએ પોતાના અહેવાલમાં 59ની સંખ્યા જણાવી હતી. મૃતકોમાં 3 બાળકો પણ સામેલ છે. મીડિયા અને ઈન્ટરનેટ પર રોક લાદવાનું સાચ્ચુ કારણ અને મૃત્યું આંકની ચોક્કસ માહિતી મળવી ઘણી મુશ્કેલ છે.

12 દેશોના ડિફેન્સ ચીફે મ્યાનમાર સૈન્યની ટીકા કરી
રવિવારના રોજ 12 દેશોના સંરક્ષણના વડાએ મ્યાનમારના સૈન્યની કાર્યવાહી ઉપર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં અમેરિકા, બ્રિટન, જર્મની, ઈટલી, ડેનમાર્ક, ગ્રીસ, નેધરલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેંન્ડ, દક્ષિણ કોરીયા અને જાપાનનો પણ સમાવેશ થાય છે. તેઓએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે મ્યાનમારની સેના જેવી રીતે નિદોર્ષ અને નિઃશસ્ત્ર લોકો ઉપર પોતાની તાકાતનો જે દુરુપયોગ કરી રહી છે, એ એક નિંદનીય કૃત્ય છે.

તેઓએ સૈન્યને આ પ્રમાણેની હિંસાને રોકવા માટે અને મ્યાનમારના લોકો ઉપર ભરોસો રાખીને તેમનું માન-સન્માન જાળવીને કાર્ય કરવા આગ્રહ કર્યો હતો. પ્રોફેશનલ આર્મી ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સનું પાલન કરીને લોકોની સુરક્ષા કરવી જોઈએ, આવી રીતે તાકાતનો દુરુપયોગ કરીને સામાન્ય જનતાને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં

 

adv

Related News

post
post
post
post
post
post
post