• Home
  • News
  • પાકિસ્તાની મૂળના તહવ્વુર રાણાની અમેરિકામાં ધરપકડ, ભારતે પ્રત્યાર્પણની અપીલ કરી હતી
post

ભારતે રાણાના પ્રત્યર્પણની અપીલ કરી તો તેની ફરી ધરપકડ કરી લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 13:29:33

લોસ એન્જિલસ: મુંબઈમાં 12 વર્ષ પહેલાં થયેલા આતંકી હુમલાના કાવતરામાં સામેલ પાકિસ્તાની મૂળના તહવ્વુર રાણાની અમેરિકાના લોસ એન્જિવસમાં ફરી ધરપકડ કરી લેવામાં આવ છે. લશકર-એ-તોઈબાની મદદ કરનાર રાણા ગયા સપ્તાહે જ જેલમાંથી બહાર આવ્યો હતો. તેને શિકાગોમાં 14 વર્ષની સજા થઈ છે. પરંતુ કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી અને તબિયત ખરાબ હોવાથી તેને સમય પહેલાં જ છોડી દેવામાં આવ્યો હતો. ભારત તેના પ્રત્યર્પણવી અપીલ કરી હતી, તેથી તેની ફરી ધરપકડ કરી લેવામાં આવી.

26/11ના આતંકી હુમલામાં 166 લોકોના મોત થયા હતા
26
નવેમ્બર 2008માં મુંબઈમાં લશકર-એ-તોઈબાના 10 આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા અને 300 લોકો ઘાયલ થયા હતા. પોલીસે 9 આતંકીઓને ઠાર કર્યા હતા અને અજમલ કસાબની ધરપકડ કરી લીધી હતી. અંતે તેને પણ ફાંસી આપવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post