• Home
  • News
  • હાઈકોર્ટમાં ઝટકો મળતાં અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
post

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. હાઈકોર્ટમાં તેમની ધરપકડ સામે કરાયેલી અરજીને ફગાવી દેતાં તેમને જેલમાં મોકલી દીધા છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-10 09:49:59

નવી દિલ્લી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઈઝ પોલિસી સંબંધિત કેસમાં ધરપકડમાંથી રાહત ન મળતા હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અરવિંદ કેજરીવાલ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે, જેમાં હાઈકોર્ટે તેમને ધરપકડમાંથી રાહત આપવાનો ઈન્કાર કરતા તેમની અરજી ફગાવી દીધી હતી. સીએમ કેજરીવાલના વકીલો સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ કેસનો ઉલ્લેખ કરશે.

 

સીએમ કેજરીવાલના વકીલો ચીફ જસ્ટિસની કોર્ટમાં કેસની વહેલી સુનાવણીની માંગ કરશે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા (9 એપ્રિલ) અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો આપતાં દિલ્હી હાઈકોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સી (ED) દ્વારા તેમની ધરપકડ યોગ્ય છે. સીએમ કેજરીવાલે ધરપકડ અને ED રિમાન્ડનો વિરોધ કરીને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ દરમિયાન હાઈકોર્ટે કેજરીવાલને ઝટકો આપતા કહ્યું કે તપાસ એજન્સી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા દર્શાવે છે કે કેજરીવાલે અન્ય આરોપીઓ સાથે મળીને સમગ્ર ષડયંત્ર રચ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post