• Home
  • News
  • પાકિસ્તાન પહોંચતાં જ બિલાવલે ફરી ઝેર ઓક્યું:કહ્યું-પાકિસ્તાનથી ઇનસિક્યોર છે ભારત; BJP-RSS દરેક મુસ્લિમને આતંકવાદી માને છે, મેં આ વિચાર બદલવાનો પ્રયાસ કર્યો
post

બિલાવલે કલમ 370 નાબૂદ કરવાના ભારતના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-06 16:30:18

કરાચી: પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શુક્રવારે રાત્રે કરાચીમાં કહ્યું હતું કે તેમની ભારત મુલાકાત સફળ રહી. અમે દરેક મુસલમાનને આતંકવાદી માનતી RSS અને BJPની વિચારધારાને નકારી દીધી છે

તેમણે કહ્યું- RSS અને BJP આ મિથ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સમગ્ર વિશ્વમાં મુસ્લિમો આતંકવાદી છે. તેઓ પાકિસ્તાનીઓને આતંકવાદી ઘોષિત કરે છે. અમે આ મિથને તોડવાની કોશિશ કરી છે. ભારત સાથે સંબંધ ત્યાં સુધી ઠીક નહિ થાય, જ્યાં સુધી કાશ્મીરમાં ઓગસ્ટ 2019 જેવી સ્થિતિ પુનઃસ્થાપિત ન થાય.

કરાચીમાં ભુટ્ટોની પ્રેસ-કોન્ફરન્સ
ભુટ્ટો ગોવામાં SCO વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લીધા બાદ કરાચી પરત ફર્યા હતા. અહીં એક પ્રેસ -કોન્ફરન્સમાં ભુટ્ટોએ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરના નિવેદનનો જવાબ આપતાં કહ્યું હતું કે ભારતમાં ઇનસિક્યોરિટીની ભાવના છે. સામૂહિક સુરક્ષા અમારી સંયુક્ત જવાબદારી છે. આતંકવાદ વૈશ્વિક સુરક્ષા માટે જોખમ બનેલું છે.

જયશંકરે કહ્યું હતું કે આતંકી ફેક્ટરીનું પ્રમોટર છે પાકિસ્તાન
વિદેશમંત્રી એસ. જયશંકરે શુક્રવારે ગોવામાં શાંઘાઈ કોઓપરેશન કાઉન્સિલ (SCO)ની બેઠક બાદ કહ્યું હતું કે અમે આતંકવાદનો ભોગ બન્યા છીએ. જેઓ આતંકને પોષે છે તેઓ પોતે પીડિત હોવાનો દંભ કરી રહ્યા છે.

પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન રાજૌરી હુમલા પર પૂછવામાં આવેલા સવાલ પર જયશંકરે કહ્યું હતું કે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની પ્રતિષ્ઠા પણ તેમની તિજોરી સમાન ખાલી છે. પાકિસ્તાન દુનિયાભરમાં આતંકી ફેક્ટરીનો સૌથી મોટો પ્રચારક છે. તેમણે કહ્યું હતું કે ભારત સરહદ પારના આતંકનો સામનો કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. બિલાવલ સાથેની વન ટુ વન બેઠક પર જયશંકરે કહ્યું હતું કે SCO બહુપક્ષીય મંચ છે, એ દ્વિપક્ષીય મંચ નથી. જયશંકરે સ્વીકાર્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સામાન્ય નથી. ચીને લદ્દાખમાંથી સેના હટાવી લેવી જોઈએ.

હવે માત્ર PoK ખાલી કરવાની વાત
વિદેશમંત્રી જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે ભારત કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરવા જતું નથી. હવે માત્ર આ મુદ્દે વાત થશે કે પાકિસ્તાન ગેરકાયદે રીતે કબજે કરેલા POK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)પરથી પોતાનો કબજો ક્યારે હટાવશે.

જયશંકરે કહ્યું હતું - પાકિસ્તાન વિદેશમંત્રી આતંકવાદના પ્રવક્તા
આ પહેલાં શુક્રવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશમંત્રીઓની બેઠક થઈ હતી. બેઠક પૂરી થયા બાદ જયશંકરે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી વિશે પૂછવામાં આવેલા સવાલ પર જયશંકરે કહ્યું હતું કે SCO મેમ્બર કન્ટ્રીના વિદેશમંત્રી તરીકે તેમને અન્ય સભ્યો સમાન જ ટ્રીટમેન્ટ મળી, પરંતુ આતંકવાદને પ્રોત્સાહન આપનાર અને એને યોગ્ય ઠરાવનાર(પ્રણામ કરીને) ટેરરિઝ્મ ઇન્ડસ્ટ્રીના પ્રવક્તાની જેમ વ્યવહાર કરવા બદલ તેમના તર્કને નકારી દેવામાં આવ્યો છે અને આવું SCO મિટિંગ દરમિયાન પણ બન્યું.

પાકિસ્તાની પત્રકારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા, જેના જવાબમાં જયશંકરે કહ્યું- આતંકવાદનો ભોગ બનેલા લોકો આતંકવાદના ગુનેગારો સાથે આતંકવાદ પર ચર્ચા કરવા માટે નથી બેસતા, આતંકવાદનો ભોગ બનેલા લોકો પોતાનો બચાવ કરે છે, તેઓ એની નિંદા કરે છે, તેઓ એને યોગ્ય ઠેરવે છે અને વાસ્તવમાં આવું થઈ રહ્યું છે. અહીં આવીને આવી દંભની વાત કરવી એ એક જ હોડીમાં સવાર થવા સમાન છે.

બિલાવલને મળ્યાના 10 મિનિટ બાદ જયશંકરે આતંકનો મુદ્દો ઉઠાવ્યો હતો
વિદેશમંત્રી એસ. જયશંકરે SCO વિદેશમંત્રીઓની બેઠકમાં પાકિસ્તાનના વિદેશમંત્રી ભુટ્ટો સાથે મુલાકાત કર્યાના 10 મિનિટ બાદ જ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આતંકવાદ વિશ્વ માટે મોટું જોખમ છે. આને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં. જયશંકરે એમ પણ કહ્યું હતું કે આતંકવાદ સામે દરેક સ્વરૂપે લડવું પડશે અને એને દરેક કિંમતે રોકવો પડશે.

ભુટ્ટોએ કહ્યું હતું- ભારતે 370 હટાવીને વાતચીતનો રસ્તો બંધ કર્યો
આ પહેલાં પાકિસ્તાનના વિદેશમંત્રીએ પ્રેસ સાથે વાત કરતાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. બિલાવલે કલમ 370 નાબૂદ કરવાના ભારતના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું- કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવીને ભારતે વાતચીતના તમામ રસ્તા બંધ કરી દીધા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post