• Home
  • News
  • 5Gના પ્રથમ પેમેન્ટ પેટે ટેલિકોમ કંપનીઓ DoTને ચૂકવશે રૂ. 13500 કરોડ
post

સોમવારે સમાપ્ત થયેલી સાત દિવસની હરાજીમાં 51,236 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમના વેચાણમાંથી સરકારે રૂ. 150,173 કરોડની આવક મેળવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-03 18:05:58

અમદાવાદ: ટેલિકોમ વિભાગ તાજેતરમાં પૂર્ણ થયેલી ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજીમાં ખરીદેલા સ્પેક્ટ્રમ માટેના પેમેન્ટના પ્રથમ હપ્તાના ભાગરૂપે ટેલિકોમ પાસેથી આગામી 10 દિવસમાં આશરે રૂ. 13,500 કરોડ મેળવશે. ટેલિકોમ વિભાગની પ્રાથમિક ગણતરી મુજબ રિલાયન્સ જિયોનો સ્પેક્ટ્રમની ખરીદીના પેમેન્ટના પ્રથમ હપ્તામાં રૂ. 7,838 કરોડ, ભારતી એરટેલ રૂ. 3,834 કરોડ અને વોડાફોન આઇડિયા રૂ. 1,673 કરોડની ચૂકવણી કરી શકે છે. તો ટેલિકોમ સેક્ટરના નવા ખેલાડી અદાણી ડેટા નેટવર્ક્સ પોતાની બીડની સંપૂર્ણ રૂ. 212 કરોડની રકમ ચૂકવે તેવી અપેક્ષા છે.

સોમવારે સમાપ્ત થયેલી ફાઇવ-જી એરવેઝની હરાજીમાં રિલાયન્સ જિયો સૌથી મોટા બિડર તરીકે ઉભરી આવ્યુ છે જેણે સ્પેક્ટ્રમ ખરીદવા માટે રૂ. 88078 કરોડનો ખર્ચ કર્યો છે. તો એરટેલે અને વોડાફોન આઇડિયા એ અનુક્રમે રૂ. 43084 કરોડ અને રૂ. 18799 કરોડના સ્પેક્ટ્રમ ખરીદયા છે. આ સ્પેક્ટ્રમ ખરીદવા માટે ટેલિકોમ કંપનીઓ પાસે 20 સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવણી કરવાનો અથવા વાર્ષિક હપ્તા બાદ મોટુ અપફ્રન્ટ પેમેન્ટ કરવાનો વિકલ્પ છે.  

સોમવારે સમાપ્ત થયેલી સાત દિવસની હરાજીમાં 51,236 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમના વેચાણમાંથી સરકારે રૂ. 150,173 કરોડની આવક મેળવી હતી. આ હરાજીમાં સરકારે કુલ 72,098 મેગાહર્ટ્ઝના એરવેવ્સ વેચાણ પર મૂક્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post