• Home
  • News
  • Ashraf Ghani ના ભાગી જવાથી કાબુલમાં અરાજકતા ફેલાઈ, તેમણે દેશ તાલિબાનને સોંપી દીધો- જો બાઈડેન
post

રાષ્ટ્રપતિ જો બાઈડેને અમેરિકાના નાગરિકોને સંબોધન કર્યું.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-01 10:06:30

નવી દિલ્હી: અમેરિકાએ મંગળવારે અફઘાનિસ્તાન (Afghanistan) માં છેલ્લા અમેરિકી વાયુસેના વિમાન સી-17 ગ્લોબમાસ્ટરની ઉડાન સાથે જ પોતાના સૌથી લાંબા યુદ્ધને સમાપ્ત કરી દીધુ. વર્ષ 2001માં અમેરિકાએ અલ કાયદા દ્વારા કરાયેલા 9/11 ના આતંકી હુમલાની વરસીના બરાબર 11 દિવસ પહેલા અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી થઈ. ત્યારબાદ રાષ્ટ્રપતિ જો બાઈડેને અમેરિકાના નાગરિકોને સંબોધન કર્યું. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાના સૈન્ય અભિયાન દરમિયાન અંદાજે 2.3 ટ્રિલિયન ડોલર ખર્ચ કર્યા. આ ઉપરાંત 1000થી વધુ નાટો સૈનિકો, 66,000 અફઘાન સુરક્ષાકર્મી, લગભગ 50,000 નાગરિકો અને 50,000 તાલિબાન તથા અન્ય આતંકીઓ યુદ્ધમાં માર્યા ગયા.

ગની પર સાધ્યું નિશાન
જો બાઈડેને (Joe Biden) કહ્યું કે અફઘાનિસ્તાનની સરકાર ભ્રષ્ટ હતી. ગનીના ભાગી જવાથી કાબુલમાં અરાજકતા ફેલાઈ. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશને તાલિબાનને સોંપી દીધો. તેમણે કહ્યું કે અમેરિકનોના રેસ્ક્યુ માટે 6 હજાર સૈનિકો મોકલવામાં આવ્યા. 90 ટકા અમેરિકનોનું રેસ્ક્યૂ થઈ ચૂક્યું છે. આ સાથે જ બાઈડેને કહ્યું કે તાલિબાન હવે અફઘાનિસ્તાનમાં મજબૂત છે. 2001થી તાલિબાન મજબૂત થઈ રહ્યું છે. અડધા અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો હતો. કાબુલ છોડ્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો. 

કાબુલ છોડવાની જવાબદારી સંપૂર્ણ રીતે મારી
બાઈડેને કહ્યું કે કાબુલ છોડવાની જવાબદારી સંપૂર્ણ રીતે મારી છે. અમેરિકનોના હિતમાં કાબુલ છોડવાનો નિર્ણય લીધો. તેમણે કાબુલ છોડવાનો નિર્ણય અમેરિકનોના હિતમાં ગણાવી દીધો. બાઈડેને પોતાના દેશવાસીઓને દાવો કરતા કહ્યું કે કોઈ પણ દેશે આટલું મોટું રેસ્ક્યૂ કર્યું નથી. 

ચીનને લઈને સતર્ક
અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે નવી સદીમાં નવા પડકારોને પહોંચી વળવાનું છે. જેમાં ચીનના પડકારોને પણ પહોંચવાનું છે. સાઈબર હુમલા પડકારભર્યા છે. બાઈડેને કહ્યું કે ફંડનો ઉપયોગ અમેરિકનોના હિતમાં કરવામાં આવશે. 

કમાન્ડરોનો આભાર
આ અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે હું મારા કમાન્ડરો અને તેમને આધીન સેવા કરી રહેલા પુરુષો અને મહિલાઓનો અફઘાનિસ્તાનથી ખતરનાક વાપસીની પ્રક્રિયાને અંજામ આપવા બદલ આભાર વ્યક્ત કરવા માંગુ છું. વાપસી માટે 31 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી હતી, અમેરિકી જીવનનું કોઈ અન્ય નુકસાન થયું નથી. સૈન્ય કમાન્ડર જનરલ કેનેથ મેકેન્જીએ કહ્યું કે આ એક એવું મિશન હતું જેમાં ઓસામા બિન લાદેન સાથે તમામ ષડયંત્રકર્તાઓને પણ મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આ એક મોટું મિશન હતું. જેમાં 2461 અમેરિકી સેવા સદસ્ય અને નાગરિકો માર્યા ગયા અને 44000થી વધુ વધુ ઘાયલ થયા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post