• Home
  • News
  • નેધરલેન્ડ અને આયરલેન્ડમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ, કંપનીએ કહ્યું- બ્લડ ક્લોટિંગના પુરવા મળ્યા નથી
post

નેધરલેન્ડની સરકારે કહ્યું કે વેક્સિન પર આ સસ્પેન્શન ઓછામાં ઓછું 29 માર્ચ સુધી ચાલુ રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-15 12:19:16

નોર્વેમાં એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન મૂકાવ્યા પછી બ્લડ ક્લોટિંગના મામલા પ્રકાશમાં આવ્યા પછી આયરલેન્ડ અને નેધરલેન્ડે પણ રવિવારે આ રસી પર પ્રતિબંધ લગાવ્યો છે. આયરલેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર ડો.રોનન ગ્લિને કહ્યું કે નોર્વેની મેડિસિન એજન્સીના જણાવ્યા મુજબ એસ્ટ્રાજેનેકા વેક્સિન મૂક્યા પછી બ્લડ ક્લોટિંગના 4 કેસ પ્રકાશમાં આવ્યા છે. જે પછી આ પગલુ ભરવામા આવ્યું છે. નેધરલેન્ડની સરકારે કહ્યું કે વેક્સિન પર આ સસ્પેન્શન ઓછામાં ઓછું 29 માર્ચ સુધી ચાલુ રહેશે.

બીજી તરફ વેક્સિન બનાવનારી એસ્ટ્રેજેનેકાએ કહ્યું કે અમે બ્રિટન અને યુરોપિયન યુનિયનના લગભગ 1.17 કરોડ વેક્સિનેટ લોકોના ડેટાનો રિવ્યુ કર્યો છે. તેમાં વેક્સિનના કારણે બ્લડ ક્લોટિંગ થયું હોય તેવા કોઈ સબુત મળ્યા નથી. કંપનીનો દાવો છે કે તેણે વેક્સિનની સુરક્ષા અને અસરને લઈને યોજાયેલા ટ્રાયલ દરમિયાન જ ગહન અભ્યાસ કર્યો છે અને આ સુરક્ષિત છે.

આ દેશોમાં પણ પ્રતિબંધ
ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, ઈટલી, બુલ્ગારિયા, રોમાનિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, લાતવિયા અને નોન-યુરોપીય સંઘ(EU)ના દેશ નોર્વે અને આઈસલેન્ડે પણ બ્લડ ક્લોટિંગના રિપોર્ટ પછી સાવધાનીના ભાગરૂપે વેક્સિનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

બ્રિટનની રેગ્યુલેટરી એજન્સીએ કર્યો બચાવ
બ્રિટનમાં મેડિસન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે અત્યાર સુધી એ પુષ્ટિ થઈ નથી કે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનના કારણે બ્લડ ક્લોટિંગના મામલાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. વિશ્વમાં હાલ કોરોનાના મામલાઓ વધી રહ્યાં છે. આ કારણે લોકોએ હાલ પણ વેક્સિન લેવાનું ચાલુ રાખવું જોઈએ.

વિશ્વમાં 12.04 કરોડ દર્દી
વિશ્વમાં કુલ દર્દીઓની સંખ્યા 12 કરોડે પહોંચી ગઈ છે. હાલ અહીં આંકડો 12.04 કરોડ છે. છેલ્લા 24 કલાકમાં 3.59 લાખ નવા સંક્રમિત મળ્યા છે. 5 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 9 કરોડ 69 લાખથી વધુ કોરોના સંક્રમિત સાજા થઈ ચૂક્યા છે. 26 લાખ 64 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. વિશ્વમાં હાલ 2 કરોડ 7 લાખથી વધુ કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા

દેશ

સંક્રમિત

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

30,081,459

547,226

22,168,982

બ્રાઝીલ

11,483,370

278,327

10,063,808

ભારત

11,385,158

158,762

11,005,445

રશિયા

4,390,608

92,090

3,995,309

UK

4,258,438

125,516

3,496,925

ફ્રાન્સ

4,071,662

90,429

272,960

ઈટાલી

3,223,142

102,145

2,589,731

સ્પેન

3,183,704

72,258

2,857,714

તુર્કી

2,879,390

29,489

2,701,076

જર્મની

2,578,835

73,959

2,358,000

 

adv

Related News

post
post
post
post
post
post
post