• Home
  • News
  • પરમાણુ બોમ્બના હુમલાને 75 વર્ષ, 1.36 લાખ પીડિત બચ્યા, જીવનભર આ માટે લોકોને જાગૃત કર્યા, કોરોનાથી અડચણ
post

અમેરિકાએ આજના જ દિવસે હિરોશિમા પર પરમાણુ બોમ્બ ઝીંક્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-06 10:17:00

ટોક્યો: જાપાનના હિરોશિમા પર 75 વર્ષ પહેલાં 6 ઓગસ્ટ, 1945ના રોજ અમેરિકાએ પરમાણુ બોમ્બ લિટલ બોયઝીંક્યો હતો. તેમાં 1.40 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આડઅસરનો સામનો કરી રહેલી પેઢી હવે લુપ્ત થવાની અણીએ છે. જાપાનમાં ફક્ત 1,36,700 જ એવા લોકો છે જે એ વિનાશની સાક્ષી પૂરે છે. આ બધા 80થી 90 વર્ષના છે. આ તમામ લોકો કોઈ ને કોઈ અસાધ્ય રોગથી પીડિત છે.

તાજેતરમાં એક સરવેમાં 78 ટકા પીડિતોએ સ્વીકાર્યુ કે જીવનભર તેઓ પોતાના અનુભવ જણાવી દુનિયાને પરમાણુ હુમલાનું નુકસાન જણાવતા રહ્યા પણ હવે તેમની વયને લીધે ઊભા થયેલા પડકારો તથા મર્યાદાઓને લીધે તેઓ આવું કરી શકી રહ્યા નથી. જ્યારે 63.1 ટકા પીડિતોએ કહ્યું કે કોરોનાને લીધે પરમાણુ નિ:શસ્ત્રીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું નથી. મોટી વાત તો એ છે કે પીડિત હોવા છતાં જાપાનના લોકો જ નથી ઈચ્છતા કે તેમનો દેશ પરમાણુ શસ્ત્રોને પ્રોત્સાહન આપે. સરવેમાં 71.4 ટકા પીડિતોએ સ્વીકાર્યું કે જાપાને પણ પરમાણુ નિ:શસ્ત્રીકરણ સંધિને મંજૂરી આપવી જોઈએ.

દર વર્ષે વૉર મેમોરિયલ પર મૃત લોકોને શ્રદ્ધાંજલિ અપાય છે અને પરમાણુમુક્ત દુનિયાનો સંકલ્પ લેવાય છે. મૌન રખાય છે. ચાલુ વર્ષે કોરોનાના ચેપને લીધે કાર્યક્રમ સ્થગિત કરાયા છે. અમુક કાર્યક્રમ વર્ચ્યુઅલ યોજાશે.

US-રશિયા ઘટાડી રહ્યા છે, ભારત-ચીનમાં પરમાણુ હથિયાર વધી રહ્યાં છે, દુનિયામાં કુલ 13,400

દેશ

તહેનાત

અન્ય

2020માં

2019માં

અમેરિકા

1750

4050

5800

6185

રશિયા

1570

4805

6375

6500

યુકે

120

95

215

200

ફ્રાન્સ

280

10

290

300

ચીન

-

320

320

290

ભારત

-

150

150

130-140

પાકિસ્તાન

-

160

160

150-160

ઈઝરાયલ

-

90

90

80-90

ઉત્તર કોરિયા

-

30-40

30-40

20-30

કુલ

3,720

9,680

13,400

13,865

 

adv

Related News

post
post
post
post
post
post
post