• Home
  • News
  • ઓસ્ટ્રેલિયામાં સરકાર દરેક ગરીબને 7.5 લાખ રૂ. આપી રહી છે પણ તેમના ફેક આઇડી પ્રૂફ બતાવી ઓનલાઇન ઠગ પૈસા ચોરી રહ્યા છે
post

કોરોનાથી ગરીબોની હાલત કફોડી થતાં તેમને જલદી પૈસા પહોંચાડવાની યોજના લાગુ કરાઇ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 11:23:28

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી એન્જલી બેસેટ પતિ સાથે બેન્ક પહોંચી તો જાણ થઇ કે તેમના ખાતામાંથી 15 લાખ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કરાયો છે. બેન્કે કહ્યું કે તેમની ઓળખ અને દસ્તાવેજ વેરિફાઈ કરાયા હતા. તેનાથી તે અને તેમના પતિ દંગ રહી ગયા અને જણાવ્યું કે આ તેમણે નહોતું કર્યુ. તેના પર તાત્કાલિક પેમેન્ટ અટકાવી દેવાયું અને તે છેતરપિંડીનો શિકાર થતાં બચી ગયાં પણ ઓસ્ટ્રેલિયામાં એન્જેલી જેવા હજારો લોકો છે જે આ ફ્રોડના શિકાર થઈ ચૂક્યા છે.


એન્જેલી અનુસાર તેમને લાગે છે કે સરકારે વધુ સાવચેત અને કડક થવાની જરૂર છે કેમ કે આ પૈસા આપણા નહીં પરંતુ સરકારના જ છે. ખરેખર સરકારે કોરોના સંકટ દરમિયાન નબળી થયેલી લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમને મદદ આપવાની યોજના લોન્ચ કરી છે. પૈસા જલદી પહોંચે તે માટે ફાસ્ટ રિલીઝ સુપર એન્યુએશન સ્કીમ શરૂ કરી છે. તે હેઠળ દરેક ગરીબ કે જરૂરિયામંદને આશરે 7.5 લાખ રૂપિયા અપાઈ રહ્યા છે. ગુનેગારોની નજર તેના પર જ છે, જેને પડાવી લેવા તેઓ અવનવી રીત અપનાવી રહ્યાં છે. તેની ખામીઓનો ફાયદો લઈ તે કરોડો રૂપિયા ચાંઉ કરી ચૂક્યા છે. તેમણે સરકારી વેબસાઈટને મળી આવતી સાઈટ્સ બનાવી લીધી છે જેના પર લોકો પોતાની ડિટેલ્સ શેર કરે છે. તે આ ડિટેલ્સનો દુરુપયોગ કરી નકલી ઓળખપત્ર, દસ્તાવેજ બનાવી લે છે અને પૈસા માટે અરજી કરી દે છે. એકલા પર્થમાં આ છેતરપિંડી કરનારા લોકો 150 લોકોને ઠગી ચૂક્યા છે અને અઠવાડિયામાં આશરે 11.50 કરોડ રૂપિયા ઉડાવી ચૂક્યા છે. 


જોકે સરકારનો દાવો છે કે ફરિયાદો મળતાં સુરક્ષા મજબૂત કરાઈ છે. વેબસાઈટ પર નોંધાતા ખાતાની સંખ્યા મર્યાદિત કરાઈ છે. લોકોના દસ્તાવેજ ચોરી થઈ રહ્યાં છે. આ અંગે ગૃહમંત્રી પીટર ડટન કહે છે કે બની શકે કે ટેક્સ રિટર્ન ભરતી વખતે ટેક્સ એજન્સીઓ તરફથી આ માહિતી લીક કે ચોરી થઈ હોય.


જાણ થતાં બે દિવસ સ્કીમ બંધ કરી પણ ચોરી તો યથાવત્
એક ટેક્સ અધિકારીને શંકા થતાં છેતરપિંડીનો ખુલાસો થયો. ખરેખર અપરાધીઓ સરકારી વેબસાઇટથી મેળ ખાતી વેબસાઈટ બનાવીને લોકોની માહિતી ચોરી રહ્યાં છે. પછી તેની મદદથી ખાતાથી પૈસા કાઢી લે છે. સરકારે બે દિવસ વેબસાઈટ બંધ કરી પછી સુરક્ષા વધારી અને કડક પગલાં ભર્યાનો દાવો કર્યો પણ છેતરપિંડી તો ચાલુ જ છે.

adv

Related News

post
post
post
post
post
post
post