• Home
  • News
  • ઓટોમોબાઈલ સેક્ટર્સને દિવાળી ફળી:ગુજરાતમાં એક મહિનામાં 31 હજારથી વધુ કાર વેચાઈ, ટુવ્હિલર્સના વેચાણમાં 36.40 ટકાનો વધારો
post

કૃષિ વપરાશમાં લેવાતા ટ્રેક્ટરના વેચાણમાં સૌથી મોટો વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-08 19:53:04

કોરોનાકાળમાં ઓટોમોબાઈલ સેક્ટર સાવ ડલ સ્થિતિમાં આવી ગયું હતું. હવે સ્થિતિ સુધરતાં જ માર્કેટમાં નવી રોનક જોવા મળી છે. લોકો તહેવારોમાં આનંદ કરી રહ્યાં છે અને ટુરિઝમ સેક્ટરમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. તેની સાથે ઓટોમોબાઈલ સેક્ટર પણ ફરીવાર પાટે ચઢી ગયું છે. નવરાત્રીમાં આ વખતે મોટી સંખ્યામાં વાહનો છુટ્યાં હતાં. ખાસ કરીને લક્ઝુરિયસ ગાડીઓના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો હતો. ઓક્ટોબર મહિનામાં અને તેમાંય ખાસ કરીને દિવાળીના તહેવારોની સીઝનમાં ફોરવ્હિલર્સ, ટુ વ્હિલર્સ અને થ્રી વ્હિલર્સના વેચાણાં 48 ટકાનો વધારો થયો છે.

ઓક્ટોબર મહિનામાં 31 હજાર 597 કાર વેચાઈ
ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન એટલે કે આખા ઓક્ટોબર મહિનામાં 31 હજાર 597 કારનું વેચાણ થયું છે. ઓક્ટોબર 2021માં 23 હજાર 374 પેસેન્જર કારનું વેચાણ થયું હતું. પેસેન્જર કારની માફક ટુ વ્હિલર્સના વેચાણમાં પણ અંદાજે 36.40 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2021ના ઓક્ટોબરમાં 84,706ટુ વ્હિલર્સના થયેલા વેચાણ સામે આ વરસે એટલે કે ઓક્ટોબર 2022માં 1 લાખ 15 હજાર 539નું વેચાણ થયું હતું. કોમર્શિયલ વેહિકલ અને ટ્રેક્ટરના વેચાણમાં પણ અનુક્રમે 14.35 ટકાનો વધારો થયો છે.

છથી દસ લાખની રેન્જના ફોર વ્હિલર્સ લોકોની પસંદ
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ હિતેન્દ્ર નાણાંવટીએ મીડિયાને જણાવ્યું હતું કે કોરોના પછી આરોગ્યની સલામતી માટે ટુ વ્હિલર્સ કે બાઈકની માલિકી ધરાવનારાએ નાના એટલે કે છથી દસ લાખની રેન્જના ફોર વ્હિલર્સ લોનથી લેવાનું પસંદ કર્યું છે. બસમાં પ્રવાસ કરનારાઓએ બસ છોડીને ટુ વ્હિલર્સ કે બાઈક લોનથી લઈને તેના પર પ્રવાસ કરવાનું પસંદ કરવા માંડયું છે. ગુજરાતમાં 31597 પેસેન્જર કાર સહિત ટુ વ્હિલર્સ, થ્રી વ્હિલર્સ અને ટ્રેકટર મળીને કુલ 1 લાખ 73 હજાર 219 વાહનોનું વેચાણ થયું છે.

કૃષિ વપરાશમાં લેવાતા ટ્રેક્ટરના વેચાણમાં સૌથી મોટો વધારો
ગુજરાતમાં કૃષિ વપરાશમાં લેવાતા ટ્રેક્ટરના વેચાણમાં પણ 272.57 ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર 2021માં 3795 ટ્રેક્ટર્સના થયેલા વેચાણ સામે ઓક્ટોબર 2022માં ટ્રેક્ટરનું વેચાણ 14.139નું થયું છે. આ વરસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ સારું રહ્યું છે. તેને કારણે ચોમાસું પાક પણ સારો રહ્યો છે. કોમર્શિયલ વેહિકલના વેચાણમાં 14.35 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર 2021માં કોમર્શિલ વેહિકલનું વેચાણ 5227નું હતું. તેની સામે ઓક્ટોબર 2022માં તેનું વેચાણ 5977 નું રહ્યું હતું. થ્રી વ્હિલર્સનું વેચાણ ઓક્ટોબર 2021માં 3596 હતું તે 2022માં વધીને 5977 થયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post