• Home
  • News
  • કર્મચારીઓની બેગ ચેક કરવાનુ ભારે પડ્યુ, એપલ કંપની ચુકવશે 242 કરોડનુ વળતર
post

એક વર્ષમાં બેગ ચેકિંગમાં જે સમય લાગે છે તેમાં કર્મચારીને 1500 ડોલર મળી શકે છે. જેનુ કંપની પેમેન્ટ કરતી નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-17 19:35:01

નવી દિલ્હી: દુનિયાની ઘણી બધી કંપનીઓમાં શિફટ પૂરી થયા બાદ કર્મચારીઓના સામાનની તલાશી લેવાનો નિયમ છે. જોકે એપલ કંપનીને આ નિયમ લાગુ કરવાનુ ભારે પડી ગયુ છે.બે કર્મચારીઓએ આ નિયમ સામે કોર્ટમાં પિટિશન કર્યા બાદ હવે કંપનીએ સેટલમેન્ટ કરવા માટે તૈયારી બતાવી છે. આ સેટલમેન્ટને કોર્ટે મંજૂરી આપી છે. જેના ભાગરુપે એપલ કર્મચારીઓને 3 કરોડ ડોલર એટલે કે 242 કરોડ રુપિયા ચુકવવા પડશે. એપલના રિટેલ કર્મચારીઓને રોજ શિફટ પૂરી થયા બાદ નિયમ પ્રમાણે પોતાની બેગ ચેક કરાવવાની હોય છે. જોકે 2013માં કોર્ટમાં ગયેલા કર્મચારીઓની દલીલ હતી કે, આ તપાસ શિફટ પૂરી થયા બાદ થતી હતી અને તેમાં જે સમય લાગતો હતો તેના માટે કંપની કોઈ પેમેન્ટ આપતી નહોતી. અમારો રોજ અડધો કલાક ચેકિંગમાં બરબાદ થતો હતો અને જો વેતનને ગણતરીમાં લઈએ તો એક વર્ષમાં બેગ ચેકિંગમાં જે સમય લાગે છે તેમાં કર્મચારીને 1500 ડોલર મળી શકે છે. જેનુ કંપની પેમેન્ટ કરતી નથી.

એપલે સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે, સર્ચ કરવુ જરુરી છે. જેથી કોઈ કર્મચારી પ્રોડકટ ચોરી કરીને ઘરે લઈ જતો હોય તો ખબર પડે. જોકે કેલિફોર્નિયાની કોર્ટે 2020માં કર્મચારીઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે, એપલે કર્મચારીઓને આ માટે વળતર આપવુ પડશે. એ પછી એપલ કંપની સેટલમેન્ટ માટે તૈયાર થઈ છે. જેનો લાભ કંપનીના હાલના અને પહેલાના 12000 કર્મચારીઓને મળશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તો કંપનીની આ સર્ચ પોલિસીની જાણકારી ટીમ કૂકને નહોતી અને મામલો પ્રકાશમાં આવ્યા બાદ કૂકે આ અંગે ઈન્કવારી કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post