• Home
  • News
  • નેપાળમાં દૂરદર્શન સિવાય બાકીની ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ, સૂચનામંત્રીએ કહ્યું- અમારા નેતાઓના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવે છે
post

ચીનની રાજદૂતે નેપાળના ટોચના નેતાઓ સાથે મુલાકાતોનો દોર લંબાવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 10:14:11

કાઠમંડૂ: નેપાળમાં દૂરદર્શન સિવાય બાકીની ન્યૂઝ ચેનલો બેન કરી દેવામા આવી છે. સૂચના અને પ્રસારણ મંત્રી યુબરાજ ખાટીવાડાએ ગુરૂવારે તેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ભારતીય ચેનલો અમારી વિરુદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવી રહી છે અને અમારા નેતાઓ પર સવાલો ઉઠાવી રહી છે. તે સિવાય સમાચાર છે કે ચીનની રાજદૂત હોઉ યાંગકી અને નેપાળના ટોચના નેતાઓ સાથે મુલાકાતોનો દોર વધ્યો છે. ચીનની રાજદૂતે ગુરુવારે પૂર્વ વડાપ્રધાન અને નેપાળ કમ્યૂનિસ્ટ પાર્ટીના ચેરમેન પુષ્પ કમલ દહલ ઉર્ફ પ્રચંડ સાથે મુલાકાત કરી હતી. 

ભારતીય મીડિયાએ ઓલી વિરુદ્ધ દુષ્પ્રચારની સીમાઓ ઓળંગી- NCP
આ પહેલા નેપાળના મીડિયામાં પૂર્વ ઉપ પ્રધાનમંત્રી અને એનસીપીના પ્રવક્તા નારાયણકાજી શ્રેષ્ઠએ ભારતીય મીડિયા સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે નેપાળ સરકાર અને પ્રધાનમંત્ર ઓલી વિરુદ્ધ ભારતીય મીડિયાએ દુષ્પ્રચારની દરેક સીમાઓ ઓળંગી લીધી છે. હવે આ બહુ થયું તેથી બંધ કરી દેવું જોઇએ. 

રાષ્ટ્રપતિ સહિત ઘણા દિગ્ગજ નેતાઓને ચીનની રાજદૂત મળી ચૂકી છે
નેપાળના મીડિયા રિપોર્ટ અનુસાર ચીનની રાજદૂતે ગુરૂવારે પ્રચંડ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બન્નેએ મીટિંગ સંદર્ભે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. હોઉએ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી, પૂર્વ વડાપ્રધાન માધવ કુમાર નેપાળ, ઝલનાથ ખના, સરકારના મંત્રી સહિતા સત્તાધારી પાર્ટીના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી છે. 

નેપાળમાં ભારતીય સમાચાર ચેનલ બંધ
નેપાળના કેબલ ટીવી પ્રોવાઇડર્સે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે દેશમાં ભારતીય સમાચાર ચેનલોના સિગ્નલ બંધ થઇ ગયા છે. જોકે હજુ સુધી સરકારનો કોઇ ઓર્ડર મળ્યો નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post