• Home
  • News
  • ગોરા લોકોની સરખામણીએ અશ્વેત કોરોના પીડિતોનો મૃત્યુ આંક બમણો, ચેપનું સૌથી ઓછું જોખમ બાંગ્લાદેશીઓને છે
post

ઈંગ્લેન્ડ નેશનલ હેલ્થ સર્વિસની હોસ્પિટલો અનુસાર, કોરોનાના સંક્રમણનું સૌથી વધારે જોખમ અશ્વેત લોકોને છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 11:28:51

ઈંગ્લેન્ડમાં કોરોનાવાઈરસ સંબંધિત સરકારી આંકડા નવી જ વાત જણાવી રહ્યા છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ની હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, બ્રિટેનમાં કોરોનાવાઈરસના સંક્રમણ અને મૃત્યુનું સૌથી વધારે જોખમ અશ્વેત, એશિયાઈ અને લઘુમતીઓને છે. સંક્રમણના જે કેસ સામે આવ્યા છે તેમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. હોસ્પિટલએ જાહેર કરેલા આંકડા અનુસાર, ગોરા લોકોની સરખામણીએ અશ્વેતમાં સંક્રમણ બાદ મૃત્યુઆંક બમણો છે. અશ્વેત, એશિયન અને લધુમતીઓને અહીં બેમ (BAME)કહેવામાં આવે છે, જેનો અર્થ છે- બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક.

1 હજાર લોકો પર 23 બ્રિટિશ અને 43 અશ્વેત લોકોના મોત
આંકડા સામે આવ્યા બાદ સરકારે આ અસમાનતાનું કારણ સમજવા માટે તપાસ શરૂ કરી દીધી છે. 'ધ ટાઈમ્સ'ના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, NHSની હોસ્પિટલોએ જે આંકડા જારી કર્યા છે તેના અનુસાર, 1 હજાર લોકો પર 23 બ્રિટિશ, 27 એશિયન અને 34 અશ્વેત લોકોના મોત થયા છે. એક હજાર લોકો પર 69 મોતની સાથે સૌથી વધુ જોખમ કેરેબિયન લોકો માટે છે, તો બીજી તરફ સૌથી ઓછું જોખમ બાંગ્લાદેશીઓ (22)ને છે.

કોરોનાના જાતીવાદના આવા કેસ બીજા દેશોમાં પણ
સ્થાનિક મીડિયા રિપોર્ટના અનુસાર, બ્રિટેનમાં વસતા કેરેબિયન મૂળના લોકો લગભગ દરેક ક્ષેત્રમાં છે. તેઓ મોટેભાગે હોમ વર્કર, બસ ડ્રાઈવર, ચર્ચ લીડર, નર્સ અને કલાકાર છે. બેમ કોમ્યુનિટીમાં વધતા મૃત્યુના કેસમાં ઇંગ્લેન્ડ એકમાત્ર એવો દેશ નથી. સ્વીડનની કુલ વસ્તીના 5 ટકા સંક્રમણ ત્યાં રહેતા સોમાનીયાના અશ્વેત લોકોને થયું છે. તો શિકાગોમાં કોરોનાથી અશ્વેતના લોકોનો મૃત્યુ દર 70 ટકા છે.

અશ્વેત એવા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે જ્યાં સંક્રમણનું જોખમ વધારે
બ્રિટનના ડો. નાગપોલના જણાવ્યા પ્રમાણે, આવશ્યક વસ્તુઓની અછત આરોગ્યપ્રદ જીવનને અસર કરે છે. અશ્વેત આફ્રીકન અને કેરેબિયન લોકો ગોરાની સરખામણીએ વધારે ગરીબ છે. તેઓ જે પ્રકારના પ્રોફેશનમાં છે ત્યાં સંક્રમણનું જોખમ વધારે છે. સામાન્ય રીતે તે હેલ્થ, સામાજિક મદદ, ટ્રાન્સપોર્ટ, દુકાનદાર અને પબ્લિક સર્વિસ સાથે સંકળાયેલા હોય છે. તેમનું કામ જ એવું છે કે વધુ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાનું સંભવ નથી અને સંક્રમણનું જોખમ વધી જાય છે. 


સરકારે સમીક્ષા કરવાની સલાહ આપી
માનવાધિકાર આયોગના ભૂતપૂર્વ વડા ટ્રેવર ફિલિપ્સના જણાવ્યા પ્રમાણે, આ આંકડા ચોંકાવનારા છે. જો કોઈ એવું માની રહ્યું છે કે, કોરોનાવાઈરસ ભેદભાવ રાખતો નથી તો તે આંકડાને ધ્યાનથી જોતા નથી અથવા વાસ્તવિકતાને સ્વીકારવા માગતા નથી. ટ્રેવર ફિલિપ્સે સરકારને આ અંગે સમીક્ષા કરવાની સલાહ આપી છે. 

આવા સમૂહની ઓળખ કરી તેમને સુરક્ષા આપવી જરૂરી 
NHS
ના ડિરેક્ટર ડો. હબીબ નકવીના જણાવ્યા પ્રમાણે, મહામારીની વચ્ચે બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક (બેમ) કોમ્યુનિટીના મોતનો આંકડો ચિંતાજનક છે. ઈંગ્લેન્ડ ચીફ મેડિકલ ઓફિસર પ્રો. ક્રિસ વિટ્ટીના જણાવ્યા પ્રમાણે, આ સમય તે જૂથને ઓળખવાનો છે કે જેને સૌથી વધુ જોખમ છે, જેથી આપણે તેમને સુરક્ષિત કરવામાં મદદ કરી શકીએ. સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તાએ કહ્યું, અમે ઈંગ્લેન્ડની પાસેથી માહિતી માગી છે કે કયા કારણો છે જે વાઈરસના સંક્રમણને વધારી શકે છે

 

adv

Related News

post
post
post
post
post
post
post