• Home
  • News
  • મુંબઇ હુમલાના આરોપી હાફિઝ સહિત 5 આતંકીના બેન્ક ખાતાં પાકિસ્તાનમાં ફરી શરૂ
post

પરિવારને ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાની દલીલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 11:02:44

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં પાંચ આતંકી વડાના બેન્ક ખાતાં ફરી ખોલી દેવાયા છે, જેમાં મુંબઇ હુમલાના આરોપી હાફિઝ સઇદનું ખાતું પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુએન સિક્યુરિટી કાઉન્સિલની સમિતિની મંજૂરી બાદ આ પગલું ભરાયું છે. ગયા મહિને એફએટીએફએ આતંકવાદ પર સકંજો કસવામાં નિષ્ફળતા બદલ પાક.ને ગ્રે લિસ્ટમાં નાખવાનો નિર્ણય લીધો હતો. હવે એ જોવાનું રહેશે કે એફએટીએફની આગામી બેઠકમાં યુએનએસસી અને પાક.ના આ પગલાં અંગે ચર્ચા થાય છે કે નહીં

સઇદ ઉપરાંત જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તોઇબાના અબ્દુલ સલામ ભુટ્ટવી, હાજી અશરફ, યાહ્યા મુજાહિદ અને જફર ઇકબાલના બંધ બેંક ખાતાં પણ ચાલુ કરી દેવાયા છે. આ બધા જ યુએનના આતંકીઓના લિસ્ટમાં સામેલ છે અને ટેરર ફન્ડિંગના કેસમાં 1થી 5 વર્ષની સજા કાપી રહ્યા છે.

રિપોર્ટ્સ મુજબ, બધાએ યુએનને અપીલ કરી હતી કે તેમના બેંક ખાતાં ફરી ખોલી દેવાય, જેથી તેમના ઘર ચાલી શકે. કહેવાય છે કે આ બધાએ પાક. સરકારને તેમની આવકના સ્ત્રોત જણાવ્યા અને પછી તે માહિતી યુએનએસસીને મોકલાઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post