• Home
  • News
  • Bank Holiday in July 2021: આગામી 5 દિવસ આ રાજ્યોમાં બંધ રહેશે બેંક, જાણો તમારું શહેર છે યાદીમાં
post

જુલાઇમાં કુલ મળીને બેંકોમાં 15 રજાઓ છે. આરબીઆઇના હોલિડે કેલેન્ડર અનુસાર, દહેરાદૂનમાં હરેલા પૂજાના અવસર પર 16 જુલાઇ 2021 ના રોજ બેંક બંધ રહેશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-17 11:42:51

નવી દિલ્હી: જો તમારું બેંક સંબંધિત કોઇ પેન્ડીંગ છે અને પતાવવા માટે તમે બેંક જવાનું વિચારી રહ્યા છો તો જરા થોભી જાવ. આગામી 5 દિવસ કેટલાક રાજ્યમાં બેંક બંધ રહેશે. એટલા માટે ઘરમાંથી નિકળતાં પહેલાં એ જરૂર ચેક કરી લો કે ક્યાંક તે દિવસે તમારી બેંક બંધ તો નથી.  

આગામી 5 દિવસ અહીં ખુલશે નહી બેંક
જુલાઇમાં કુલ મળીને બેંકોમાં 15 રજાઓ છે. આરબીઆઇના હોલિડે કેલેન્ડર અનુસાર, દહેરાદૂનમાં હરેલા પૂજાના અવસર પર 16 જુલાઇ 2021 ના રોજ બેંક બંધ રહેશે. 17 જુલાઇના રોજ શિલાંગના અગરતલામાં યૂ તિરોત સિંગ ડે અને ખારચી પૂજા માટે ફરીથી બેંક બંધ રહેશે. 18 જુલાઇના રોજ રવિવારે હોવાથી બેંક બંધ રહેશે. ગંગટોકમાં ગુરૂ રિમ્પોછેના થુંગકર ત્શેચુ ઉત્સવ માટે 19 જુલાઇના રોજ બેંક ફરીથી બંધ રહેશે. 

આ પ્રકારે 20 જુલાઇ 2021 ના રોજ જમ્મૂ, કોચ્ચિ, શ્રીનગર અને તિરૂવનંતપુરમાં બકરી ઇદના લીધે બેંકોમાં કોઇ લેણદેણ થશે નહી. 21 જુલાઇના રોજ આઇઝોલ, ભુવનેશ્વર, ગંગટોક, કોચ્ચિ અને તિરૂવનંતપુરમને છોડીને આખા દેશમાં બેંક ઇદ અલ અધા માટે બંધ રહેશે. જોકે આ ધ્યાન રાખવું જોઇએ કે આ બેંક હોલીડે તમામ રાજ્યો માટે એકસાથે હોતા નથી. આરબીઆઇ દ્વારા જાહેર કરેલા દિશા-નિર્દેશોમાં જણાવવામાં આવ્યા છે કે સાર્વજનિક ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, વિદેશી બેંક, સહકારી બેંક અને દેશભરના સ્થાનિક બેંક ઉપર જણાવવામાં આવેલી તારીખો પર બંધ રહેશે. 

અહીં જુઓ રજાઓની યાદી
- 17
જુલાઇ 2021 : ખારચી પૂજા - (અગરતલા, શિલાંગ)
- 18
જુલાઇ 2021 : રવિવાર
- 19
જુલાઇ 2021 : ગુરૂ રિમ્પોછે કે થુંગકર ત્શેચુ- (ગંગટોક)
- 20
જુલાઇ 2021 : મંગળવાર- ઇદ અલ અધા (દેશભરમાં)
- 21
જુલાઇ 2021 : બુધવાર- બકરીઇદ (સમગ્ર દેશમાં)

 

adv

Related News

post
post
post
post
post
post
post