• Home
  • News
  • Bank of Baroda: 1 જૂનથી બદલાઈ જશે Cheque Payment ના નિયમ, ગ્રાહકોને થઈ શકે છે મુશ્કેલી
post

બેન્ક ઓફ બરોડા 1 જૂનથી બેન્ક પોઝિટિવ પે કન્ફર્મેશન (Positive pay confirmation) ને ફરજીયાત કરવા જઈ રહી છે. તે હેઠળ જો 2 લાખથી વધુની ચુકવણી ચેક દ્વારા થાય છે તો ગ્રાહકોએ બીજીવાર કન્ફર્મેશન કરવું પડશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-24 11:54:41

નવી દિલ્હીઃ બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) એ હાલમાં પોતાના ગ્રાહકો માટે નવું નોટિફિકેશન (New Notification) જારી કર્યું છે. તે અનુસાર આગામી મહિનાની શરૂઆતથી ચેક પેમેન્ટ (Cheque Payment) ના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 

પોઝિટિવ પે કન્ફર્મેશન થશે લાગૂ
બેન્ક ઓફ બરોડાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપતા જણાવ્યું કે, 1 જૂનથી બેન્ક પોઝિટિવ પે કન્ફર્મેશન  (Positive pay confirmation) ને ફરજીયાત કરવા જઈ રહી છે. તે હેઠળ જો 2 લાખથી વધુની ચુકવણી ચેક દ્વારા થાય છે તો ગ્રાહકોએ બીજીવાર કન્ફર્મેશન કરવું પડશે. આ પ્રક્રિયા પૂરી થવા પર ટ્રાન્ઝેક્શન પૂરુ થશે. બાકી ચેક કેન્સલ થઈ જશે. 

ચેક પેમેન્ટને બે વખત કરવું પડશે કન્ફર્મ
બેન્ક તરફથી જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે, 50 હજારથી વધુ વેલ્યૂના ચેક માટે બેન્ક તરફથી કન્ફર્મેશન કરી શકાય છે. ગ્રાહક નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, બ્રાન્ચને ફોન કરી અથવા 8422009988 પર એસએમેસ કરી કન્ફર્મેશન આપી શકે છે. તે માટે બેનિફિશિયરીનું નામ, અમાઉન્ટ (રૂપિયામા), ચેકની તારીખ, એકાઉન્ટ નંબર્સમાં, ખાતા સંખ્યા અને ચેકની જાણકારી શેર કરવી જરૂરી છે. 

ચેક ફ્રોડ કેસને ઓછા કરવામાં મળશે મદદ
રિઝર્વ બેન્ક (RBI) ના આદેશાનુસાર ચેક પેમેન્ટ દરમિયાન થતાં ફ્રોડ (Bank Cheque Fraud) પર લગામ લગાવવાના ઇરાદાથી BOB 1 જાન્યુઆરી 2021ના સેન્ટ્રલાઇઝ્ડ પોઝિટિવ પે સિસ્ટમ એટલે કે CPPS ને ઇન્ટ્રોડ્યૂસ કર્યું છે. ગ્રાહકોના ફાયદા માટે હવે તેને બેન્ક લાગૂ કરવા જઈ રહી છે. તેથી બેન્કે ગ્રાહકોને અપીલ કરી છે કે તે હાઈ વેલ્યૂ ચેક ટ્રાન્ઝેક્શનને લઈને બેન્કને પહેલાથી બેનિફિશિયરી સંબંધી જાણકારી આપી દે. તેથી બેન્ક ક્લિયરિંગ સમયે ગ્રાહક પાસે બીજીવાર કન્ફર્મેશન ન લેવું પડશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post