• Home
  • News
  • RBIનો રિપોર્ટ:બેન્કિંગ ફ્રોડથી બેન્કનું નુકસાન 159% વધ્યું, ચીનથી આવતા FDIમાં 30% ઘટાડો થયો
post

માર્ચ 2018માં દેશમાં 2000ની 33,632 લાખ નોટ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 11:45:11

તાજેતરમાં RBIના અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2019-20માં બેન્કિંગ ફ્રોડના કેસ 28% વધ્યા છે. ગયા વર્ષે બેન્કોને બેન્કિંગ ફ્રોડથી વર્ષ 2018-19ની તુલનામાં 159% વધારે નુકસાન થયું. RBIએ છેલ્લા એક વર્ષથી રૂપિયા 2000ની એક પણ ચલણી નોટ છાપી નથી. માર્ચ, 2018માં દેશમાં 2000ની 33,632 લાખ નોટ હતી. વર્ષ 2019ના અંત સુધીમાં આ સંખ્યા ઘટીને 32,910 લાખ આવી ગઈ. માર્ચ 2020ના અંતમાં તે ઘટીને 27,398 લાખ ગઈ. રૂપિયા 2000ની નોટ વર્ષ 2016માં નોટબંધી બાદ જારી કરવામાં આવી હતી. દેશમાં ચલણી નોટના કુલ સર્ક્યુલેશનમાં રૂપિયા 2000ની નોટનો હિસ્સો 2.4% રહ્યો છે.

વર્ષ 2018-19ની તુલનામાં દેશમાં આવતુ FDI વધ્યુ છે. જોકે, ચીનથી આવતું FDI ઘટ્યુ છે. આ આંકડા ભારત-ચીન વચ્ચે તણાવ સર્જાયો તે અગાઉના છે. એટલે કે હવે પછીના સમયમાં ચીનથી આવતા FDIમાં વધુ ઘટાડો થઈ શકે છે. વર્ષ 2018-19માં દેશમાં કુલ 38,744 મિલિયન ડોલર FDI આવ્યું હતું. જે વર્ષ 2019-20માં વધીને 42,629 મિલિયન ડોલર થયુ છે. ચીનથી વર્ષ 2018-19માં 229 મિલિયન ડોલરનું FDI આવ્યું હતું. જે વર્ષ 2019-20માં ઘટીને 162 મિલિયન ડોલર થયુ હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post