• Home
  • News
  • રાફેલ-એસ 400 મિસાઇલવાળા નવા સંરક્ષણ સોદા પર પ્રતિબંધ મૂકાયો, 10 હજાર કરોડ બચી શકે છે
post

રાફેલ અને એસ-400 મિસાઈલ સિસ્ટમની લાંબી રાહ જોવી પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-24 12:19:29

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર લગભગ દરેક મંત્રાલયના બજેટમાં કાપ મૂકવા વિચારી રહી છે. નાણામંત્રાલયની નજર સૌથી વધુ સંરક્ષણ બજેટ પર છે કેમ કે કેન્દ્રીય બજેટમાં તેનો હિસ્સો સૌથી વધુ 15.5 ટકા હતો. આ કુલ જીડીપીનો 2.1 ટકા છે. સૈન્ય દળોના આધુનિકીકરણ પાછળ થનારા 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચમાં પણ આશરે 10 ટકાનો કાપ મૂકવાની શક્યતા છે. તેને જોતાં ત્રણેય સેનાઓની ખરીદ પ્રક્રિયા અટકાવી દેવાઈ છે. સંરક્ષણ ડીલ પર અંકુશના સંકેત ત્યારે જ મળી ગયા હતા જ્યારે 27 માર્ચે 250 સંરક્ષણ કંપનીઓ સાથે બેઠક પછી સરકારે સંરક્ષણ ડીલ માટે પ્રસ્તાવ અને લેટર ઓફ ઈન્સ્ટ્રસ મોકલવાની સમયમર્યાદા 1 જૂન સુધી વધારી
દીધી હતી.

ખરીદ પ્રકિયા રોકવી પડે તેવો સમય
આધુનિકીકરણ માટે ત્રણેય સેનાઓ અનેક પ્લેટફોર્મ્સની ખરીદ પ્રક્રિયામાં લાગેલી છે. એરફોર્સ 36 રાફેલ વિમાન માટે ફ્રાન્સ અને એસ-400 મિસાઈલ સિસ્ટમ માટે રશિયાને ચુકવણી કરવાની પ્રક્રિયામાં છે. આર્મી પણ અમેરિકા અને રશિયા સહિત જુદા જુદા દેશોથી ટેન્ક, આર્ટિલરી ગન અને અસોલ્ટ રાઈફલ ખરીદી રહી છે. નેવીએ તાજેતરમાં જ અમેરિકા પાસેથી 24 મલ્ટિરોલ હેલિકોપ્ટર ખરીદવાની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. તે ઉપરાંત એરફોર્સે 110 સિંગલ એન્જિન ફાઈટર માટે હવે રાહ જોવી પડશે. સૂત્રો મુજબ નેવી પણ તેના વિમાનવાહન જહાજ વિશે ફરી વિચારી રહી છે. ખરીદ પ્રક્રિયા એવા સમયે રોકવી પડી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post