ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી છે
માલે: ભારત અને મુઈઝ્ઝુ સરકાર વચ્ચે વિવાદ ચાલુ છે. આ દરમિયાન માલદીવ ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે ભારતનાં ઘણાં શહેરોમાં રોડ શોનું આયોજન કરશે. કયા શહેરમાં અને ક્યારે રોડ શો યોજાશે તેની માહિતી આપવામાં આવી નથી. માલદીવ એસોસિયેશન ઓફ ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર્સ (MATATO) એ ગુરુવારે રાત્રે ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવર સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચે પ્રવાસ અને પ્રવાસન સહયોગ વધારવા અંગે ચર્ચા કરી. હકીકતમાં, જાન્યુઆરીથી માલદીવની મુલાકાતે આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી છે. પીએમ મોદીએ 3 જાન્યુઆરીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યાંની સુંદરતા સાથે જોડાયેલી તસવીરો શેર કરતા તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત લક્ષદ્વીપની શાંતિ પણ મનમોહક છે. આ પછી લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચે સરખામણી થવા લાગી. તેના પર માલદીવના કેટલાક મંત્રીઓએ પીએમ મોદી અને ભારત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.
માલદીવ ભારત સાથે સહયોગ
કરવા માગે છે
MATATO અને ભારતીય હાઈ કમિશનર વચ્ચેની બેઠક બાદ જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં
આવ્યું છે કે, "ભારતીય પ્રવાસીઓને માલદીવ મોકલવા માટે મુખ્ય ભારતનાં શહેરોમાં રોડ શો શરૂ કરવા
અને આગામી મહિનાઓમાં ઇન્ફ્લૂએન્સર્સને માલદીવ મોકલવા સાથે જોડાયેલી યોજના પર કામ
ચાલી રહ્યું છે."
નિવેદનમાં આગળ કહેવામાં
આવ્યું કે, ભારત માલદીવ માટે એક મહત્ત્વપૂર્ણ ટૂરિસ્ટ માર્કેટ બની ગયું છે. MATATOના જણાવ્યા પ્રમાણે
માલદીવને એક મુખ્ય ટ્રાવેલ ડેસ્ટિનેશન તરીકે પ્રોત્સાહન આપવા માટે ભારતના મુખ્ય
ટ્રાવેલ એસોસિયેશન અને આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે પાર્ટનરશિપ કરવા માટે
તત્પર છે.