• Home
  • News
  • કાળઝાળ ગરમીમાં ગુજરાતીઓ શેકાવા તૈયાર રહેજો ! હવામાન વિભાગે આપી મોટી આગાહી
post

આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-16 15:46:06

રાજ્યમાં તાજેતરમાં પડેલ કમોસમી વરસાદ બાદ બપોરે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાંય તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કર્યો છે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. 

હવામાન વિભાગે આગાહી કરી કે રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. જેથી લોકોને ગરમીનો અહેસાસ થશે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવનો ચાલી રહ્યા છે..જેના કારણે ગરમી છે. અને હજુ તે યથાવત રહેશે. હાલ રાજ્યમાં સૌથી વધુ ગરમ અને વધુ તાપમાન રાજકોટમાં 36 ડિગ્રી નોંધાયુ છે. તો અમદાવાદ માં 35 ડિગ્રી તાપમાન નોંધાયું. જે તાપમાન વધીને 37 થી 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જેનાથી લોકોને ગરમીનો અહેસાસ થશે. જેના કારણે લોકોએ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.

adv

Related News

post
post
post
post
post
post
post