• Home
  • News
  • કિસ્મત અજમાવવા રહો તૈયાર, ઓગસ્ટમાં કમાણીની મળશે મોટી તક, 7 IPO બજારમાં લેશે એન્ટ્રી
post

IPO Market: જુલાઈમાં શાનદાર રિસ્પોન્સ બાદ ઓગસ્ટમાં કમાણીની મોટી તક મળવાની છે. જો તમને અત્યાર સુધી કોઈ આઈપીઓ મળ્યા નથી તો ચિંતા ન કરો લિસ્ટ તૈયાર રાખો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-29 11:38:36

નવી દિલ્હીઃ IPO Market: શેર બજારમાં કમાણીની તક શોધી રહેલા લોકો માટે ઓગસ્ટ મહિનો ભરપૂર કમાણી કરાવી શકે છે. સતત બજારમાં નવી કંપનીઓ એન્ટ્રી લઈ રહી છે.  IPO બજારમાં ગુલજાર છે. બજારમાં આઈપીઓ માર્કેટ જોરશોરમાં છે. જુલાઈ મહિનામાં બજાર રેકોર્ડ હાઈ બની ચુક્યુ છે. હવે ઓગસ્ટ મહિનો બજાર માટે ફરિ હિટ સાબિત થઈ શકે છે.

રોકાણકારો ઘણા મોટા નામોના આઈપીઓની રાહ જોઈ રહ્યાં છે. તેમાં  Paytm, LIC જેવા આઈપીઓ લિસ્ટમાં છે. પરંતુ આ પહેલા કમાણીની મોટી તક મળવાની છે. ઓગસ્ટમાં કુલ 9 કંપનીઓ આઈપીઓ લાવી શકે છે. તેમાં કેટલીક તારીખ નક્કી છે. બાકી લાઇનમાં છે. ચાલો જાણીએ ઓગસ્ટ મહિનામાં ક્યા આઈપીઓ આવશે. 

આ પણ વાંચોઃ 7th Pay Commission: DA માં વધારો કર્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓને આ મુદ્દે સરકારે આપ્યો ઝટકો

4 ઓગસ્ટે એન્ટ્રી લેશે 3 IPO

કંપની

IPO સાઇઝ

તારીખ

વિંડલાસ બાયો

700 કરોડ રૂપિયા

4 ઓગસ્ટ

દિવ્યાનીઇન્ટરનેશનલ

1400 કરોડ રૂપિયા

4 ઓગસ્ટ

કારટ્રેડ

2000 કરોડ રૂપિયા

4 ઓગસ્ટ

Pizza hut, KFC ફ્રેન્ચાઇઝીવાળી કંપનીની ઓફર
દિવ્યાની ઇન્ટરનેશનલનો IPO 4 ઓગસ્ટે રોકાણકારો માટે ખુલશે. આ કંપની ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ  (QSR) કારોબારમાં છે. પિઝ્ઝા હટ,  KFC અને કોસ્ટા કોફી આ કંપનીની ફ્રેન્ચાઇઝી છે, જે ભારતમાં પોતાનો કારોબાર કરે છે. ફ્રેન્ચાઇઝી પ્રમાણે  KFC ની મોટી ડિમાન્ડ છે. ઇશ્યૂથી કંપનીએ 400 કરોડ ભેગા કરવાની યોજના છે. બાકી રકમ ઓફર ફોર સેલ (OFS) દ્વારા ભેગી કરવામાં આવશે. 

9 ઓગસ્ટે આવશે બે આઈપીઓ

કંપની

IPO સાઇઝ

તારીખ

નોવોકો

5000 કરોડ રૂપિયા

9 ઓગસ્ટ

અપ્ટસ વેલ્યૂ

3000 કરોડ રૂપિયા

9 ઓગસ્ટ

આ બે આઈપીઓ પણ આવશે

કંપની

IPO સાઇઝ

તારીખ

કૃષ્ણા ડાયગ્નોસિક્સ

1200 કરોડ રૂપિયા

11 ઓગસ્ટ

આરોહન ફાયનાન્શિયલ

1600 કરોડ રૂપિયા

16 ઓગસ્ટ

નિરમા ગ્રુપની નોવોકોનો IPO
નિરમા ગ્રુપની નોવોકોનો આઈપીઓ 9 ઓગસ્ટે ખુલી શકે છે. બજારમાંથી કંપની 5 હજાર કરોડ ભેગા કરી શકે છે. તેમાં 3500 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. બાકી 1500 કરોડ OFS દ્વારા. નોવોકો સીમેન્ટ કારોબારમાં છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post