• Home
  • News
  • સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બીચ ખૂલ્યા, દેશમાં અઠવાડિયામાં બ્રિટનની તુલનાએ મોત 17 ટકા અને દર્દીઓ 42 ટકા ઓછા થયા
post

સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા દરેક સ્પોટ વચ્ચે દોરડા બાંધવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-23 11:48:40

પેરિસ: યુરોપના બે મોટા દેશ અને મોટા અર્થતંત્ર પરંતુ કોરોના વાઇરસના મામલે ગંભીરતા અંગે બંનેનું વલણ અલગ. વાત થઇ રહી છે ફ્રાન્સ અને બ્રિટનની. ફ્રાન્સે શુક્રવારે દેશમાં લૉકડાઉન બાદ પહેલી વાર બીચ ખોલ્યા. આશરે 2 મહિના પછી કડકાઇમાં ઢીલ અપાઇ. લા ગ્રાન્ડ મોતેથી તેની શરૂઆત કરાઇ. અહીં 66 સ્પોટ રિઝર્વ કરાયા. બે કલાકમાં જ બુકિંગ ફૂલ થઇ ગયું. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા દરેક સ્પોટ વચ્ચે દોરડા બાંધવામાં આવ્યા છે. લોકો પણ પહોંચ્યા, પરંતુ એકદમ શિસ્તભદ્ધ દેખાયા. નક્કી કરાયેલી જગ્યામાં જ બેઠા. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કર્યું. લોકોને એક-બીજાના સ્પોટ પાર કરવાની મંજૂરી અપાઇ નહીં. સવાર-સાંજ ત્રણ કલાક સુધી બીચ આવી રીતે જ ખુલશે. આ શિસ્તતાને કારણે દેશમાં દર્દીઓ ઘટ્યા છે. સપ્તાહભરમાં આશરે 3 હજાર કેસ આવ્યા, જ્યારે મોતની સંખ્યા પણ 1000ની આસપાસ રહી. તંત્રે લોકોને ચેતવણી પણ આપી છે કે જો નિયમોનું પાલન નહીં કરાય તો બીચ પર અવરજવર બંધ કરી દેવાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post