• Home
  • News
  • ફિલ્મ ગદર-2 માં પાકિસ્તાની ઓફિસર બનવુ આ એક્ટરને પડ્યુ ભારે
post

મળતી માહિતી પ્રમાણે 'ગદર 2'માં એક્ટરનો પાકિસ્તાની ઓફિસરનો રોલ લોકોને પસંદ આવ્યો ન હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-19 19:48:40

નવી મુંબઇ: 'ગદર 2' બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મ માટે ચારેતરફ સની દેઓલની ઘણી પ્રશંસા થઈ રહી છે. જોકે, ફિલ્મના કેટલાક કલાકારો પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ફિલ્મ ગદર-2 માં પાકિસ્તાની ઓફિસરનો રોલ કરનાર રૂમી ખાન પણ ચર્ચામાં છે. ફિલ્મમાં એક્ટર વિલન બન્યો છે. 

મળતી માહિતી પ્રમાણે 'ગદર 2'માં એક્ટરનો પાકિસ્તાની ઓફિસરનો રોલ લોકોને પસંદ આવ્યો ન હતો. જ્યારે રૂમી ખાન તેમના વતન મધ્યપ્રદેશ ગયા હતા, ત્યારે તેઓ ત્યાં પણ ગદર 2 જોવા ગયા હતા. જેમાં ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. રૂમીને જોઈને લોકો તેની તરફ આવવા લાગ્યા અને તેને ઘેરી લીધે અને તેમની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતુ. 

રૂમી ખાને કહ્યું કે, 'આ ઘટના ખૂબ જ ડરામણી હતી. મને લાગે છે કે, મેં ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી હતી, અને લોકોએ મને રિઅલમાં પણ એજ સમજી લીધો. મને એ જોઇને નવાઇ લાગે છેકે, લોકો આ નથી સમજતા કે, હું માત્ર એક્ટીંગ કરી રહ્યો હતો. મેં પહેલાં પણ ઘણા ટીવી શો કર્યા છે, મને દર્શકોનો પ્રેમ પણ મળતો રહે છે, લોકો સેલ્ફી લેવા માટે નજીક આવી જાય છે પણ હું તેમના પ્રેમનું સમ્માન કરુ છું. 

પણ આ વખતે હું ખરેખર મૂંઝવણમાં હતો કે, આ દર્શકોનો પ્રેમ હતો કે નફરત? કેટલાક લોકોએ તસવીરો ક્લિક કરવાનો પ્રયાસ કર્યો અને કેટલાક લોકોએ મને નકારાત્મક પ્રતિક્રિયા આપી જાણે હું જ સાચો વિલન છું જે પાકિસ્તાનથી અહીં ભારત આવ્યો હોય. હું આ પરિસ્થિતિ સમજી શક્યો નહીં, શું થઈ રહ્યું છે. હું મારી કાર સુધી પહોંચી ગયો પણ લોકો મારી પાછળ દોડતા રહ્યા. મને ચિંતા હતી કે,આવી સ્થિતિમાં કોઈને ઈજા ન થઇ જાય. સદનસીબે મારી કાર સિવાય બધા સુરક્ષિત હતા. ઘરે જઇને જોયુ તો મારી કારને ઘણા સ્ક્રેચ પડ્યા હતા. "

 

 

adv

Related News

post
post
post
post
post
post
post