• Home
  • News
  • બેફામ પૈસા વાપરવાની આદત હોય તો ચેતજો, 1 July થી બદલાશે નિયમો, જાણી લો કઈ-કઈ વસ્તુઓ થશે મોંઘી
post

1 જુલાઈથી તમારા જીવનમાં આવશે મોટો બદલાવ. બદલાઈ રહ્યાં છે નિયમો, અનેક વસ્તુઓમાં વધી રહ્યાં છે ચાર્જ અને અનેક વસ્તુઓમાં તમને નડી શકે છે મોંઘવારી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-29 11:38:22

નવી દિલ્લીઃ 1 લી જુલાઈના દિવસને તમારા મોબાઈલના રિમાઈન્ડરમાં સેટ કરી દો, કેમ કે આ તારીખથી તમારી જિંદગીમાં મહત્વના પરિવર્તન થવા જઈ રહ્યા છે.  તમારા ઘરના રસોડાથી કાર સુધી તમામ વસ્તુઓ પર તેની અસર પડશે. 1 લી જુલાઈથી તમારી જિંદગીમાં આ પરિવર્તન થશે જેના વિશે જાણી લો. આ પરિવર્તન માટે તમારી જાતને તૈયાર કરી દો.

1. SBIના ATMમાંથી રૂપિયા નીકાળવામાં ચાર્જ વધશે:
STATE BANK OF INDIA
એ પોતાના નિયમોમાં કેટલાક બદલાવ કર્યા છે, આ નિયમો 1 લી જુલાઈથી લાગુ થશે. હવે SBIના ATM માંથી રોકડ ઉપાડ કરવામાં વધુ ચાર્જ થશે.  STATE BANK OF INDIAએ પોતાના ATM અને બેન્ક સર્વિસના નિયમો બદલ્યા. જો તમે 4 વારથી વધુ વખત રોકડનો ઉપાડ કર્યો તો તમારે વધારે ચાર્જ ચૂકવવો પડશે. 4 વાર રૂપિયા કાઢ્યા બાદ ફરી ટ્રાન્જેકશનમાં 15 રૂપિયા અને GST સાથે વધુ ચાર્જ આપવો પડશે. દરેક નવા ચાર્જ 1 લી જુલાઈ 2021થી  SBIના ખાતાધારકોમાં લાગુ પડશે.

2. SBIની ચેકબુક થશે મોંઘી:
SBI BSBD
ખાતાધારકો પાસેથી 10 ચેકવાળી બુક પર કોઈ ચાર્જ લેતું નથી પરંતું હવે 10 થી વધારે ચેક વાળી બુક લેવી હોય તો 40 રૂપિયા અને GST સાથે વધુ ચાર્જ લાગશે.  25 ચેકવાળી બુક પર 75 રૂપિયા ચાર્જ લાગશે. જો કોઈએ ઈમરજન્સીમાં ચેકબુક લેવી હશે તો તેને 50 રૂપિયા અને સાથે GST ચાર્જ આપવો પડશે. સિનિયર સિટીઝનોને ચેકબુક પર વધારાના ચાર્જમાં રાહત આપવામાં આવશે.

3. LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થશે:
1
જુલાઈથી LPG સિલિન્ડરની કિંમત રિવાઈસ થશે. તેલ કંપનીઓએ જૂન મહિનામાં ભાવવધારો કર્યો નથી.  જે રીતે કાચા તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે LPG સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે દરેક મહિનાની પહેલી તારીખે LPGના ભાવ નક્કી કરવામાં આવે છે. દિલ્લીમાં 14.2 કિલોના રસોઈના સિલિન્ડરની કિંમત 809 રૂપિયા છે.

4. TDS, TCS વધારે કપાશે:
ઈન્કમ ટેક્સ રિટર્ન ના ભરનારાઓ પાસેથી 1 લી જુલાઈથી વધારે TDS-TCS વસૂલવામાં આવશે. આવકવેરા વિભાગે નિર્ણય લીધો છે કે જે લોકોએ બે વર્ષથી ઈન્કમ ટેક્સ રિટર્ન જમા કરાવ્યું નથી તેમના પર કડકાઈ રાખવામાં આવશે. આ નિયમ એવા કરદાતાઓ પર લાગુ પડશે જેમનો વાર્ષિક TDS 50 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે હોય.

5. સિન્ડીકેટ બેન્કનો IFSC કોડ:
સિન્ડીકેટ બેન્કના IFSC કોડ 1 લી જુલાઈથી બદલાઈ જશે. સિન્ડીકેટ બેન્કના ખાતાધારકોને નવો IFSC કોડ મળશે. કારણકે સિન્ડીકેટ બેન્કનું કેનરા બેન્ક સાથે વિલય થઈ ગયું છે. કેનરા બેન્કે સિન્ડીકેટ બેન્કના દરેક ખાતાધારકો પાસેથી નવા IFSC કોડ લેવાની અપીલ કરી છે. નવા IFSC કોડ વગર સિન્ડીકેટ બેન્કનો ગ્રાહક કોઈપણ લેણ-દેણ કરી શકશે નહીં.  કેનરા બેન્કે નવા IFSC કોડની સંપૂર્ણ લિસ્ટ વેબસાઈટ પર જાહેર કરી છે. સિન્ડીકેટ બેન્કના ગ્રાહકોને 1 લી જુલાઈથી નવી ચેકબુક ઈશ્યૂ કરવામાં આવશે.

6. મારુતિની ગાડીઓ થશે મોંઘી:
જો તમે પણ MARUTIની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો,  તો પછી કાર તમને મોંઘી પડશે.. 1 લી જુલાઈથી કાર મોંઘી થશે. આ અગાઉ જાન્યુઆરી અને એપ્રિલ 2021માં મારુતિએ કારની કિંમતમાં વધારો કર્યો હતો. ત્રીજી વખત મારુતિની કારમાં વધારો થવા જઈ રહ્યો છે. જુલાઈ મહિનાથી કારમાં જુદા જુદા મોડલ્સ પ્રમાણે ભાવ વધશે. કેટલી કિંમત વધશે તેની મારુતિએ આધિકારીક રીતે જાહેરાત કરી નથી.

7. HEROના ટુ વ્હીલર્સ પણ મોંઘા થશે:
લૉકડાઉન અને કાચા માલના વધેલા ભાવના કારણે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીએ ભાવ વધારો કર્યો છે. HERO MOTOCORP એ પોતાની મોટરસાઈકલ, સ્કૂટર્સના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 1 જુલાઈ 2021થી ટુ વ્હીલરની કિંમતમાં 3 હજાર રૂપિયા સુધીનો વધારો થશે. કાચા માલની કિંમતમાં થયેલા સતત વધારાના કારણે કંપનીઓ કિંમત વધારવામાં મજબૂર થઈ છે.  ટુ વ્હીલરના મોડલ પ્રમાણે વધારો થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post