• Home
  • News
  • બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝીએ ફરી ઘર વસાવ્યું, જે સ્કૂલમાં બાળકો ભણે છે ત્યાંના જ શિક્ષકને મેકેન્ઝીએ જીવનસાથી બનાવ્યા
post

તેઓ દુનિયાનાં સૌથી અમીર મહિલાઓમાં સામેલ છે અને તેમની પાસે 53 અબજ ડૉલરની સંપત્તિ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-09 11:57:29

ઓનલાઈન માર્કેટિંગ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનાં પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટે બીજાં લગ્ન કરી લીધાં છે. હવે તેમને અમેરિકાના સિએટલમાં તેમનાં બાળકોના સ્કૂલ લેકસાઈડના સાયન્સ ટીચર ડેન જેવેટ સાથે લગ્ન કર્યા છે. અબજપતિ બિલ ગેટ્સ પણ આ જ સ્કૂલના વિદ્યાર્થી છે.

લગ્નની જાહેરાત ડેને ચેરિટેબલ વેબસાઈટ ગિવિંગ પ્લેજના માધ્યમથી કરી છે. તેમણે કહ્યું કે, એક જ ઝટકામાં અનેક ખુશીઓ મારા ખોળામાં આવી ગઈ તે એક સંકેત છે. હું એ મહિલા સાથે દામ્પત્યજીવન શરૂ કરી રહ્યો છું, જે સૌથી ઉદાર અને દયાળુ હસ્તીઓમાં સામેલ છે. તેમની સાથે હવે હું જરૂરિયાતમંદોની સેવા કરવા પ્રતિબદ્ધ રહીશ.

હું જીવનભર શિક્ષક જ રહ્યો છું અને મારે ચેરિટી માટે કોઈ પ્રકારની સંપત્તિ ભેગી કરવાની જરૂર નથી પડી. બીજી તરફ, મેકેન્ઝીએ કહ્યું કે, ‘ડેન એક શાનદાર વ્યક્તિ છે અને હું તેમને લઈને ખૂબ જ ઉત્સાહિત છું, ખુશ છું.આ જાહેરાત પછી બેઝોસે પણ ડેનને અદભુત વ્યક્તિ ગણાવીને બંનેને શુભેચ્છાઓ આપી. મેકેન્ઝી સ્કોટ અમેરિકામાં સોશિયલ વર્કર તરીકે જાણીતાં છે.

તેઓ દુનિયાનાં સૌથી અમીર મહિલાઓમાં સામેલ છે અને તેમની પાસે 53 અબજ ડૉલરની સંપત્તિ છે. તેમણે બે વર્ષ પહેલાં બેઝોસ સાથે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી તેઓ છ અબજ ડૉલર એટલે કે આશરે રૂ. 43,800 કરોડનું દાન કરી ચૂક્યાં છે.

આ દાનનો ચોથા ભાગનો હિસ્સો તેમણે મહિલા સંગઠનો, ફૂડ બેન્ક અને અશ્વેત વિદ્યાર્થીઓની કોલેજોને આપ્યો છે. તેઓ અનેકવાર જાહેર વક્તવ્યોમાં વધુ અને ઝડપથી દાન કરવાનાં સૂચનો આપતાં રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post