• Home
  • News
  • ભરત બારડ બન્યા ભાવનગરના નવા મેયર, મોના પારેખની ડે. મેયર તરીકે પસંદગી, રાજુ રાબડીયાને મળ્યું મોટું પદ
post

સુરત, રાજકોટ બાદ ભાવનગરના નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરી દેવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-12 12:24:36

આજે સવારે સુરત અને રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીની વરણી થયા બાદ હવે ભાવનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભરત બારડની ભાવનગરના નવા મેયર તરીકે વરણી કરવામાં આવી છે. 

સુરત, રાજકોટ બાદ ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી

ગઈકાલે અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરાયા બાદ આજે સવારે સુરત અને રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે ભાવનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ તેમજ ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુ રાબડીયાની વરણી કરવામાં આવી છે.

ગઈકાલે અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણી કરાઈ હતી

આ પહેલા આજે સવારે સુરતના મેયર તરીકે દક્ષેશભાઈ માવાણી તેમજ રાજકોટના મેયર તરીકે નયનાબેન પેઢડીયાની વરણી કરવામાં આવી હતી. આ સિવાય ગઈકાલે અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈન તેમજ વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post