• Home
  • News
  • BharatGPT : માર્ચમાં લોન્ચ થશે દેશનું પહેલું AI મોડલ 'હનુમાન', 11 ભાષાઓમાં કરશે કામ
post

રિલાયન્સની મદદથી બનાવવામાં આવેલા આ AI મોડલનું નામ 'હનુમાન' રાખવામાં આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 17:56:00

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતની ટોચની એન્જિનિયરિંગ કોલેજો દ્વારા સમર્થિત એક ગ્રુપ આગામી મહિને પોતાની પ્રથમ ChatGPT જેવી AI સેવા શરૂ કરશે. BharatGPT ગ્રૂપનું સમર્થન કરનારાઓમાં ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ અને આઠ સંલગ્ન યુનિવર્સિટીઓની એક શાખા સામેલ છે. ગ્રુપ દ્વારા મુંબઈમાં એક ટેક્નોલોજી કોન્ફરન્સ દરમિયાન તેના મોટા AI ભાષાના મોડલની ઝલક રજૂ કરી હતી.

આ દરમિયાન એક બાઈક મિકેનિકને AI મોડલ સાથે તમિલમાં સવાલ પૂછતો બતાવવામાં આવ્યો હતો જ્યારે એક બેંકરને એઆઈ બોટ સાથે હિન્દીમાં વાત કરતો બતાવવામાં આવ્યો હતો. આ સાથે જ એક ડેવલપરે AI મોડલની મદદથી કોમ્પ્યુટર કોડ પણ લખ્યો હતો.

રિલાયન્સની મદદથી બનાવવામાં આવેલા આ AI મોડલનું નામ 'હનુમાન' રાખવામાં આવ્યું છે. આ AI મોડલ 11 સ્થાનિક ભાષાઓમાં કામ કરવા સક્ષમ હશે. હનુમાન  AI મોડલ શાસન, આરોગ્ય, શિક્ષણ અને નાણાકીય સેવાઓ જેવા ચાર મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતામાં રાખીને પોતાની સેવા આપશે.જો આ મોડલ સફળ થશે તો તે AI ટેક્નોલોજી વિકસાવવાની રેસમાં ભારતનો માર્ગ મોકળો કરશે. ગત વર્ષે એક ઈવેન્ટ દરમિયાન રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન મુકેશ અંબાણીએ આઈઆઈટી બોમ્બે સાથે એક પ્રોજેક્ટ પર વર્ષ 2014થી કામ કરવાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે જિયો 2.0 સાથે BharatGPTની પણ શરૂઆત કરવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post