• Home
  • News
  • ભારતી એરટેલની ખોટ ઊછળી રૂ. 32183 કરોડ
post

પાવર સેક્ટરની કંપની ટોરેન્ટ પાવરની આવક વધી 13,641 કરોડ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 11:41:31

અમદાવાદ: ભારતી એરટેલે માર્ચ-20ના અંતે પુરા થયેલા Q4 માટે કોન્સોલિડેટેડ ખોટ રૂ. 5237 કરોડ (રૂ. 107 કરોડનો નફો) નોંધાવી છે. કંપનીની આવકો રૂ. 23722.7 કરોડ (રૂ. 20602.2 કરોડ) થઇ છે. કંપનીએ માર્ચના અંતે પુરાં થયેલા વર્ષ માટે ચોખ્ખી ખોટ રૂ. 32183.2 કરોડ (રૂ. 409.5 કરોડનો નફો) નોંધાવી છે. કંપનીની આવકો રૂ. 87539 કરોડ (રૂ. 80780.2 કરોડ) થઇ છે. કંપનીના 16 દેશોમાં ગ્રાહકોની સંખ્યા 42.30 કરોડે પહોંચી છે. રેવન્યુ પર યુઝર (આરપુ) રૂ. 154 (123) થઇ છે. કંપનીએ રૂ. 2 ડિવિડન્ડ જાહેર કર્યું છે.


અમદાવાદ સ્થિત પાવર સેક્ટરની કંપની ટોરેન્ટ પાવરે માર્ચના અંતે પુરા થયેલા Q4 માટે આવક વધીને રૂ. 2984 કરોડ ( રૂ. 2925 કરોડ) નોંધાવી છે. EBITDA 15 ટકા વધી રૂ.864 કરોડ (રૂ.750 કરોડ) નોંધાયો છે. સમગ્ર વર્ષ માટે આવકો રૂ. 13641 કરોડ (રૂ. 13151 કરોડ) થઇ છે. EBITDA 10 ટકા વધીને રૂ. 3734 કરોડ (રૂ.3389 કરોડ) નોંધાયો છે. વર્ષ 2019-20માં વન-ઓફ ઈમ્પેરમેન્ટ ચાર્જ અને પ્રોવિઝન છતાં કુલ કોમ્પ્રીહેન્સિવ ઈન્કમ 28 ટકા વધીને રૂ.1150 કરોડ (રૂ.898 કરોડ) થઇ છે.


કંપનીનો ડેટ ઈક્વિટી રેશિયો 0.92 અને નેટ ડેટ ટુ એબિટા રેશિયો 2.18 રહ્યો છે. પરીણામ અંગે કંપનીના ચેરમેન સમીર મહેતાએ જણાવ્યું કે, રિસ્ક-એડજસ્ટેડ નફાની રણનીતિ, મજબૂત એક્ઝિક્યુશન ક્ષમતા અને શ્રેષ્ઠ સ્તરની ઓપરેશનલ કામગીરી પર ફોકસને કારણે આ શક્ય બન્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post