• Home
  • News
  • ભીલવાડાનો આ વૉર્ડ એક સમયે દેશનો સૌથી ગંભીર આઈસોલેશન વૉર્ડ હતો, અહીં માત્ર 1 દર્દી, તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો
post

કોરોનાનો સામનો કરનારા ભીલવાડા મોડલની વધુ એક સિદ્ધિ, હવે 2 પોઝિટિવ જ હોસ્પિટલમા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 08:50:57

ભીલવાડા. આ રાજસ્થાનના ભીલવાડાની એમજી હોસ્પિટલના આઈસોલેશન વૉર્ડ છે. આ કોરોના વાઈરસ સંક્રમણના મામલે એક સમયે દેશનો સૌથી ક્રિટીકલ આઈસોલેશન વૉર્ડ હતો. કારણ કે આ વૉર્ડમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ દર્દી દાખલ થયા હતા અને 29 માર્ચે તો અહીં દાખલ થયેલા દર્દીની સંખ્યા 17 સુધી પહોંચી ગઈ હતી. હવે આ વૉર્ડમાં માત્ર 1 જ પોઝિટિવ દર્દી બચ્યો છે. 9 એપ્રિલે તેનો પહેલો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો પરંતુ ખુશી એ વાતની છે કે અહીં ભર્તી કરાયા પછી કરાયેલી તપાસમાં તેનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે તેની તબિયત પહેલાથી સારી છે. જો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવશે તો તેને સ્ટેપ ડાઉન જનરલ વૉર્ડમાં શિફ્ટ કરાશે. રિપોર્ટ ગુરુવારે આવશે ત્યારપછી ત્રીજો રિપોર્ટ નેગેટિવ આવશે તો આ મહિલાને હોસ્પિટમાંથી રજા અપાશે. 


નવી તપાસમાં કોઈ પોઝિટિવ દર્દી નથી મળી રહ્યાં 
આ બાજુ રાયલાની એક પરિણીતાના બે રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે. આ મહિલા પહેલેથી જ સ્ટેપ ડાઉન જનરલ વૉર્ડમાં દાખલ છે. તેનો પણ ત્રીજો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી મુક્ત કરાશે. ભીલવાડામાં માત્ર દર્દી ઝડપથી સાજા થઈ રહ્યાં છે. એટલું જ નહીં સાથે સાથે નવી તપાસમાં કોઈ પોઝિટિવ દર્દી મળી રહ્યાં નથી. 14 એપ્રિલ સુધીમાં જિલ્લામાં 4276 સેમ્પલ લગાવી ચૂક્યા છે. હવે રેન્ડમ સેમ્પલિંગ ચાલી રહી છે. બાપુનગરના શિક્ષકનો રિપોર્ટ 9 એપ્રિલે પોઝિટિવ આવ્યો હતો.


20
માર્ચે પ્રથમ કેસ, કુલ 28 કેસ, 25 દિવસમાં કાબૂ મેળવ્યો
કોરોનાનો સામનો કરવાના ભીલવાડા મોડેલની ચર્ચા સમગ્ર દેશમાં છે. અહીં પ્રથમ કેસ 20 માર્ચે આવ્યો હતો. ભીલવાડાએ 25 દિવસમાં કોરોના પર કાબૂ મેળવી લીધો છે. હવે 28 પોઝિટિવ છે. જેમાંથી 24 સાજા થઈ ઘરે જઈ ચૂક્યા છે. આ તમામ હોમ ક્વોરન્ટાઈનમાં છે. 2 પોઝિટિવ દર્દીના મોત થયા છે. બેની સારવાર ચાલે છે. ભીલવાડાએ કોરોનાનો સામનો કરવા 6000 ટીમ બનાવી અને 24 લાખ લોકોનું સ્ક્રીનીંગ કર્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post