• Home
  • News
  • ઈસ્લામના રસ્તે ચાલવા માટે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસે એક્ટિંગ છોડવાની કરી જાહેરાત
post

સહર અફશાની જેમ જ અભિનય ઈન્ડસ્ટ્રી છોડી ચુકેલી સના ખાને અફશાને તેના નિર્ણય બદલ અભિનંદન આપ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-08 18:17:21

નવી દિલ્હી: ધર્મ માટે અભિનય છોડી દેનાર મુસ્લિમ એક્ટ્રેસીસની યાદીમાં વધુ એકનો ઉમેરો થયો છે.

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એકટ્રેસ સહર અફશાએ ઈસ્લામ માટે અભિનયને અલવિદા કહી દીધુ છે. કારણકે ઈસ્લામમાં અભિનયના વ્યવસાયને મંજૂરી નથી.અફશાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની વાત શેર કરી છે.

તેણે લખ્યુ હતુ કે, હું બધાને કહેવા માંગુ છું કે મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો છે. હું મારૂ બાકીનુ જીવન ઈસ્લામની શિક્ષા પ્રમાણે જ પસાર કરીશ. મેં ભૂતકાળમાં જે રીતે જીવન જીવ્યુ છે તે માટે હું અલ્લાહની માફી માંગુ છુ.

તેણે કહ્યુ હતુ કે, સફળતા અને પૈસા મળ્યા બાદ પણ હું સંતુષ્ટ નહોતી. કારણકે મેં બાળપણમાં એક્ટ્રેસ તરીકેનુ જીવન જીવવાનુ વિચાર્યુ પણ નહોતુ.

સહર અફશાની જેમ જ અભિનય ઈન્ડસ્ટ્રી છોડી ચુકેલી સના ખાને અફશાને તેના નિર્ણય બદલ અભિનંદન આપ્યા છે અને લખ્યુ છે કે, તમને જીવનના દરેક પગલે સફળતા મળે અને તમે આ જ રીતે આસપાસના લોકોને પણ પ્રેરણા આપો તેવી મારી શુભેચ્છા છે.

સના ખાનની જેમ કાશ્મીરની એક્ટ્રેસ ઝાયરા વસીમે પણ ઈસ્લામનુ કારણ આગળ ધરીને એક્ટિંગ છોડી દેવાનુ એલાન કર્યુ હતુ.

 

adv

Related News

post
post
post
post
post
post
post