• Home
  • News
  • બિડેન અને ભારતીય મૂળના સાંસદ કમલા હેરિસે 26.6 કરોડ એકઠાં કર્યા
post

અગાઉના તબક્કામાં 30.4 કરોડ એકઠાં કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 11:48:23

વોશિંગ્ટન: અમેરિકી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર જો બિડેને અભિયાનના બીજા તબક્કામાં 26.6 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યુ હતું. ભારતીય મૂળના સાંસદ કમલા હેરિસે નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ફંડ એકઠું કરવાના અભિયાનમાં ભાગ લીધો હતો. રકમ એકઠી કરવા બિડેનના અભિયાનનો આ બીજો મોટો કાર્યક્રમ હતો. અગાઉ ચાલુ મહિનાની શરૂઆતમાં એક કાર્યક્રમમાં 40 લાખ ડોલર એકઠા કર્યા હતા.

ઓનલાઈન ડોનેશન એકત્રિત કરવાના આ કાર્યક્રમમમાં હેરિસની હાજરી મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે કેમ કે હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે પ્રબળ દાવેદારો પૈકી એક મનાઈ રહ્યાં છે. બિડેને કાર્યક્રમમાં હાજર 1400 સમર્થકો સાથે હેરિસનો પરિચય કરાવતાં અગાઉની ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીતનો ઉલ્લેખ કર્યો હતો. હેરિસે પણ બિડેનની પ્રશંસા કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ જ્યોર્જ ફ્લૉઈડના મૃત્યુ પર દેશમાં ચાલી રહેલી સ્થિતિ અંગે વાતચીત કરી હતી. અગાઉ બિડેને ફ્લૉઈડની દીકરી સાથે પણ થોડીકવાર વાતચીત કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post