• Home
  • News
  • યુદ્ધ વચ્ચે બાઇડનનો દાવો-પુતિનને ટૂંક સમયમાં સત્તા પરથી હટાવી દેવાશે, રશિયાએ US પ્રેસિડેન્ટના નિવેદનને ફાલતુ ગણાવ્યું
post

રશિયા સિક્યોરિટી કાઉન્સિલિંગના ડેપ્યુટી ચીફ દેમિત્રી મેદદેવે કહ્યું હતું કે જો અમારા રાષ્ટ્ર પર કોઈ સંક્ટ આવશે તો પરમાણુ હથિયારો કરીશું

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-28 11:06:07

રશિયા યુક્રેનમાં લવીવ અને મારિયૂપોલ પર મોટા પાયે રોકેટો વડે હુમલો કરી રહ્યું છે. બીજી બાજુ પોલેન્ડમાં બાઈડને પુતિન લાંબા સમય સુધી સત્તા પર નહીં રહે એવું નિવેદન આપ્યું છે એ અંગે અમેરિકાના વિદેશમંત્રીએ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે અમારી કોઈ યોજના નથી. તો રશિયાએ બાઈડનના નિવેદનને તદ્દન વાહિયાત ગણાવ્યું છે. બીજી બાજુ, પોપ ફ્રાંસિસે ફરી એક વખત યુદ્ધ અટકાવવા અપીલ કરી છે. દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે સોમવારથી વાટાઘાટ થશે.

રશિયાએ જર્મનીનાં અખબારોની વેબસાઈટ બંધ કરી
રશિયાના અધિકારીઓએ યુક્રેન પહોંચનારા સંદેશ પર અંકુશ મૂકવા માટે જર્મનીના સમાચાર પત્ર બિલ્ડની વેબસાઈટ બંધ કરી છે. રશિયાના સંચાર અને મીડિયા નિયમક રોસ્કોમનાડજોરે કહ્યું કે બિલ્ડની વેબસાઈટ બંધ કરી છે. રશિયામાં ઈન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર અગાઉથી પ્રતિબંધ લાગેલ છે.

રશિયા યુક્રેનના બે ભાગલા પાડી શકે છેઃ ગુપ્તચર વિભાગ
યુક્રેનના સૈન્ય ગુપ્તચરના વડા કિરિલો બુડાનોવે કહ્યું હતું કે રશિયા યુક્રેનના બે ભાગ પાડવાનો પ્રયત્ન કરી શકે છે. સંરક્ષણ મંત્રાલય તરફથી જાહેર કરેલા નિવેદન પ્રમાણે બુડાનોવે કહ્યું હતું કે પુતિનને એ અહેસાસ હોવો જોઈએ તે સમગ્ર દેશને ગળી શકે નહીં.

લીવમાં ઓઈલ ડેપો પર હુમલો
લીવ શહેરના ગવર્નરે દાવો કર્યો છે કે રશિયાની સેનાએ ત્યાના ઓઈલ ડેપો પર હુમલો કર્યો છે. ગવર્નરે પોતાના નિવેદનમાં કહ્યું કે રશિયાના સૈનિકોએ ચોતરફથી હુમલો કર્યો, જેમાં ડેપો સંપૂર્ણપણે ધ્વસ્થ થઈ ચુક્યો છે. અમારા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પરમાણુ હથિયારોનો પણ ઉપયોગ કરશે-રશિયા
રશિયા સિક્યોરિટી કાઉન્સિલિંગના ડેપ્યુટી ચીફ દેમિત્રી મેદદેવે કહ્યું હતું કે જો અમારા રાષ્ટ્ર પર કોઈ સંક્ટ આવશે તો પરમાણુ હથિયારો કરીશું. મેદદેવે કહ્યું કે અમે રાષ્ટ્રની અખંડતા અને સંપ્રભુતાને લઈ પ્રતિબદ્ધ છે. જો અમારા ઉપર જોખમ થશે તો અમે ન્યૂક્લિયર એટેક કરતાં અચકાશે નહીં.

બેલારુસની સત્તામાં ફૂટ પાડવાનો અમેરિકાનો પ્રયત્ન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને બેલારુસના વિપક્ષી નેતા સ્વિતાલના સિખાનૌસ્કા સાથે ફોન ઉપર વાત કહી છે. વ્હાઈટ હાઉસ પ્રમાણે પ્રેસિડેન્ટ બાઈડને જણાવ્યું હતું કે માનવાધિકાર, ફ્રીડમ ઓફ સ્પીચ તથા ફ્રી એન્ડ ફેર ઈલેક્શનની લડાઈ લડી રહેલા બેલારુસની જનતાનું સમર્થન છે.

adv

Related News

post
post
post
post
post
post
post