• Home
  • News
  • જો-બાયડનના નિર્ણય સામે દુનિયાભરમાંથી ઉઠી રહ્યા છે સવાલો, જી-7માં અમેરિકા તાત્કાલીક આર્મી પરત ન બોલાવે તે અંગે ખાસ ચર્ચા..
post

biden_g7_usa_summit_taliban_afghanistan

Written By nirav govani | Ahmedabad | Published: 2021-08-24 03:18:00

 

શિકાગો,

અમેરિકા સહીત નાટોની આર્મીને તાલીબાન દ્વારા ધમકી આપવામાં આવી છે. 31મી ઓગષ્ટ સુધીમાં અમેરિકન આર્મીને અફઘાનિસ્તાન છોડી દેવા તેમજ નાટોની આર્મીને પણ અફઘાનિસ્તાન છોડી દેવા માટે તાલીબાન દ્વારા ધમકી આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ જી-7 બેઠકમાં અમેરિકા પર આર્મી ન હટાવવા પર ચર્ચા કરવામાં આવી રહી છે. હવે અમેરિકન રાષ્ટ્રપતિ માટે જાયે તો જાયે કહાં જેવી પરિસ્થીતી સર્જાઇ છે.

એક  તરફ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો-બાયડન દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, કે અમેરિકન આર્મી 31મી ઓગષ્ટ પહેલા અફઘાનિસ્તાન છોડી દેશે. હવે અફઘાનિસ્તાનમાં હજી પણ સંખ્યાબંધ અમેરિકી નાગરિક છે, જેમનીં એરલીફ્ટ કાર્યવાહી હજી ચાલુ છે. ત્યારે બીજી તરફ તાલીબાન દ્વારા એવી ધમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો અમેરિકન આર્મી 31મી ઓગષ્ટ સુધીમાં અફઘાનિસ્તાન નહી છોડે તો ફરિથી યુધ્ધની સ્થિતી નિર્માણ પામશે. એટલુ જ નહીં જી-7ની બેઠકમાં પણ હાલ બ્રીટીશ પ્રધાનમંત્રી બોરિશન દ્વારા અમેરિક પોતાની આર્મી અફઘાનિસ્તાનમાંથી ન હવાવે તે અંગે ખાસ મંત્રણા કરવામાં આવી છે.

આ તમામ ઘટનાની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો-બાયડનના નિર્ણય સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે. બાયડન દ્વારા અગાઉ 11 સપ્ટેબર સુધી અમેરિકન આર્મી અફઘાનિસ્તામમાં રહેશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ગત સપ્તાહે જો-બાયડને અમેરિકન પ્રેસ કોન્ફરન્સ કરીને અમેરિકન આર્મી 31મી ઓગષ્ટ સુઘીમાં પરત આવી જશે તેવું એલાન કર્યુ હતુ. આ તમામ ઘટના બાદ એક તરફ અમેરિકા પર દબાણ છે કે, અમેરિકન આર્મી અફઘાનિસ્તાનમાંથી તમામ લોકોનું એરલીફ્ટ ન થઇ જાય ત્યાં સુધી રોકાય.. જેના પગલે હવે અમેરિકન રાષ્ટ્રપતિ જો-બાયડનની સરકાર કેવા પગલા લે છે.તેની પર સમગ્ર દુનિયાની નજર છે.

adv

Related News

post
post
post
post
post
post
post