• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂ્ંટણી:અમેરિકામાં આજે નક્કી થશે નવા પ્રમુખ, 12 રાજ્યોમાં બાઈડેન પાસે 6%ની બહુમતી, ટ્રમ્પે કહ્યું- ચૂંટણી પછી મત સ્વીકારને પડકારાશે
post

ઈલેક્શન-ડે પહેલાં 9.5 કરોડ મત પડ્યા, મતદાનના રેકોર્ડ તૂટશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 12:08:15

અમેરિકાના ચૂંટણી ઈતિહાસમાં મંગળવારનો દિવસ બહુ ખાસ સાબિત થશે. કોરોના મહામારી વચ્ચે આક્રમક પ્રચાર અભિયાન પછી અમેરિકામાં મંગળવારે પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન થશે. અમેરિકાના દરેક રાજ્યમાં મતદાનનો સમય અલગ અલગ હશે. ભારતીય સમય પ્રમાણે બુધવાર સવાર સુધી મતદાન જારી રહેશે. આ ચૂંટણી પહેલાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેને તાજા પ્રી-પોલમાં ટ્રમ્પ પર 10 અંકની સરસાઈ મેળવી લીધી છે. એનબીસી અને વૉલસ્ટ્રીટ જર્નલના પોલ પ્રમાણે બાઈડેનને 52% અને ટ્રમ્પને 42% સપોર્ટ છે. આ ફાઈનલ પ્રી-પોલમાં 12 સંયુક્ત બેટલ ગ્રાઉન્ડમાં બાઈડેન ટ્રમ્પથી 6% આગળ છે, જેમાં એરિઝોના, ફ્લોરિડા, જ્યોર્જિયા, લોવા, મેન, મિશિગન, મિનેસોટા, નોર્થ કેરોલિના, ન્યુ હેમ્પશાયર, નેવાડા, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિન સામેલ છે.

અમેરિકાના અનેક રાજ્યોમાં ચૂંટણી દરમિયાન હિંસક દેખાવોની આશંકાને પગલે વૉશિંગ્ટન ડીસી સહિતનાં રાજ્યોમાં પોલીસ વિભાગની રજાઓ રદ કરી દેવાઈ છે. વ્હાઈટ હાઉસની સુરક્ષા પણ વધારાઈ છે. લોકોએ હિંસક અને ઉગ્ર દેખાવોની આશંકાને પગલે પોતાનાં ઘર, શૉપ અને સ્ટોર બહાર પ્લાયવૂડ ફિટ કરીને સુરક્ષા વધારી દીધી છે. શિકાગો અને ન્યૂયોર્કમાં પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત કરાયો છે.

ટ્રમ્પે કહ્યું- ચૂંટણી પછી મત સ્વીકારને પડકારાશે
ડેમોક્રેટ ઉમેદવાર બાઈડેન તાજા સરવેમાં ટ્રમ્પ કરતા 10 ટકા વધુ મત ધરાવે છે. એનબીસી અને વોલ સ્ટ્રીટ જનરલના પોલ મુજબ બાઈડેનની તરફેણમાં 52 ટકા અને ટ્રમ્પની તરફેણમાં 42 ટકા સમર્થન છે. ચૂંટણી પહેલાના આ ફાઈનલ પ્રીપોલમાં બાઈડેન 6 ટકાની બહુમતી ધરાવે છે. દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એ અહેવાલોને ફગાવી દીધા છે, જેમાં દાવો કરાયો હતો કે ચૂંટણી જીત્યા પહેલાં જ તેઓ પોતાને વિજેતા જાહેર કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે આ પ્રકારના સમાચારો પ્રકાશિત કરનારા સામે હું કાયદેસરની કાર્યવાહી કરી શકું છું. ચૂંટણી તારીખ પછી પણ ડાક મતપત્રકો સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો દુ:ખદ છે. તેને હું અદાલતમાં પડકારીશ.

છેલ્લા મતદાન પહેલાં અથડામણ અને રસ્તા પર જામ, ખતરાને જોતા લોકોએ બારીઓ પણ સીલ કરી
ઈલેક્શન ડે પહેલાં ટ્રમ્પ અને બાઈડેનના સમર્થકો વચ્ચે અમેરિકામાં તણાવ, ગુસ્સો અને કડવાશ ચરમસીમાએ પહોંચી ગયાં છે. પરંતુ આ મતદાન અત્યંત પરેશાન કરનારા મોડ પર જઈને પૂરું થવા જઈ રહ્યું છે. બેવર્લી હિલ્સ જેવા સ્થળે હિંસક અથડામણો જોવા મળી અને લોકોએ રસ્તા પણ જામ કર્યા. સ્ટોરમાલિકોએ બારીઓ પણ પ્લાયવૂડ લગાવીને સીલ કરી દીધી છે કારણ કે, ચૂંટણી પછી તેમને હિંસક અને ઉગ્ર દેખાવોની આશંકા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ચૂંટણીની અખંડતા પર શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે મતગણતરી લાંબા સમય સુધી ચાલવી જોખમકારક છે. આ ચૂંટણીમાં જીત માટે ઈલેક્ટોરલ કૉલેજના 270 મત ઘણા મહત્ત્વના છે અને બંને નેતાઓ વચ્ચે ગળાકાપ હરીફાઈ છે. ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારાં રાજ્યોમાં ટ્રમ્પ તાબડતોડ રેલીઓ કરી રહ્યા છે અને બાઈડેનની તુલનામાં તેમની રેલીઓમાં વધુ ભીડ જોવા મળી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post