• Home
  • News
  • ભારતીય મૂળના નિરા ટંડનની રાષ્ટ્રપતિ જો-બાયડનના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક..
post

ભારતીય મૂળના નિરા ટંડનને હાલમાંજ રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Written By nirav govani | Ahmedabad | Published: 2021-05-21 20:29:07

શિકાગો,

ભારતીય મૂળના નિરા ટંડનને હાલમાંજ રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અગાઉ રાષ્ટ્રપતિ જો-બાયડન ની ટીમમાં 20 જેટલા ભારતીય મૂળના વ્યક્તિઓની નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ નિરા ટંડનને રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક થતા ભારત માટે વધુ એક ગૌરવની વાત છે.

અગાઉ રિપબ્લીકન પાર્ટીના સેનેટરોના વિરોધ બાદ 2 માસ અગાઉ નિરા ટંડને વ્હાઇટ હાઉસના મેનેજમેન્ટ એન્ડ બજેટ ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. હાલ તેમને રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર તરીકે અમેરિકાની ડીજીટલ સર્વિસની સમિક્ષા કરવા તેમજ આકસ્મિક યોજનાઓ ઘડવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. નિરા ટંડન સાથે કામ કરી ચુકેલા વ્યક્તિઓનું માનવું છે કે, નિરાની બૌધ્ધીક કુશળતા અને રાજકીય સમજશક્તિ જો-બાયડન સરકાર માટે મહત્વની સાબિત થશે.

adv

Related News

post
post
post
post
post
post
post