• Home
  • News
  • બાઈડેન 7 મુસ્લિમ દેશો સામેનો પ્રતિબંધ હટાવશે, પેરિસ સમજૂતીમાં વાપસી કરશે
post

ખુરશી પર બેસતાં જ રાષ્ટ્રપતિ 10 દિવસમાં એક ડઝન પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-18 10:23:05

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસને સંભાળવા જઈ રહ્યા છે. તેમની સરકારને વારસામાં મુશ્કેલીનો ખડકલો મળશે. એટલા માટે તેમણે 10 દિવસમાં ટ્રમ્પ યુગના વિવાદિત નિર્ણયોને બદલીને નવું અમેરિકી ઊભું કરવા માટે અનેક પ્રસ્તાવોને લીલીઝંડી આપવાની તૈયારી કરી છે. નવા ચીફ ઑફ સ્ટાફ રોન ક્લીને કહ્યું કે બાઈડેન પહેલા દિવસે 4 પડકાર- કોરોના, આર્થિક સંકટ, પર્યાવરણ અને જાતિય અસમાનતાનો સામનો કરવા એક ડઝન પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરશે. તેમાં અમેરિકાને પેરિસ સમજૂતીમાં સામેલ કરવો, 7 મુસ્લિમ દેશો પરનો યાત્રા પ્રતિબંધ રદ કરવો સામેલ છે. બંને આદેશ ટ્રમ્પે પસાર કર્યા હતા જે ટ્રમ્પ કાર્ડ કહેવાઈ રહ્યા હતા. બાઈડેનના સલાહકારોને આશા છે કે તે નિર્ણય માટે પ્રતિનિધિ સભાની રાહ નહીં જુએ.

આશંકા : મેલાનિયા ટ્રમ્પ કદાચ બાઇડેનની પત્નીને ચાય પર નહીં બોલાવે
ટ્રમ્પ અને બાઈડેન વચ્ચેની ખેંચતાણની અસર અમેરિકી ફર્સ્ટ લેડીના સ્વાગતની પરંપરા પર થઈ શકે છે. 1952થી પરંપરા ચાલી રહી છે કે વર્તમાન રાષ્ટ્રપતિની પત્ની નવા રાષ્ટ્રપતિની પત્નીને ચાય પર બોલાવી પોતાની પદવી(ફર્સ્ટ લેડી)નું હસ્તાંતરણ કરે છે. તેને ટી એન્ડ ટૂર કહેવાય છે. ટ્રમ્પની પત્ની મેલાનિયાએ આ મામલે ચૂંટાયોલા રાષ્ટ્રપતિ બાઈડેનની પત્ની ઝિલ બાઈડેનનો સંપર્ક કર્યો નથી. મનાય છે કે ટી એન્ડ ટૂરની પરંપરા પણ તૂટી શકે છે.

એજન્ડા: જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત કરશે

·         ​​​​આર્થિક તંગી સામે ઝઝૂમતા લોકો, વિદ્યાર્થીઓ માટે લોન ચૂકવણી પર વર્તમાન રોકની મુદ્દત વધારશે.

·         જાહેર સ્થળો અને આંતરરાજ્ય પ્રવાસ દરમિયાન માસ્ક ફરજિયાત કરશે.

·         ઘૂસણખોરીને લીધે છુટા પડેલા બાળકોને પરિવારથી મિલાવશે.

·         પ્રતિનિધિ સભાથી 1.9 લાખ કરોડ ડૉલર(138 લાખ કરોડ રૂ.)ની મંજૂરી.

·         દેશમાં ગેરકાયદે રહેતા 1.1 કરોડ લોકોની નાગરિકતા અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા કાયદો બનાવશે.

તૈયારી: હિંસક દેખાવો થઈ શકે, 50 રાજ્યોમાં એલર્ટ

·         એફબીઆઇએ ચેતવણી આપી છે કે વોશિંગ્ટનમાં બાઈડેનના શપથ વખતે હથિયારધારી દેખાવકારો ખલેલ પહોંચાડી શકે છે.

·         તેનો સામનો કરવા રાજધાનીને છાવણી બનાવી 25,000થી વધુ ગાર્ડ્સ તહેનાત કર્યા છે.

·         સંસદ કેપિટલ હિલ નજીક વેસ્લે એ બિલરની ધરપકડ કરાઇ છે. તેની પાસેથી સમારોહનો નકલી પાસ અને બંદૂક તથા 500 ગોળીઓ મળી આવી છે.

કડકાઈ: ફેસબુકે હથિયારોની જાહેરાત 22 સુધી અટકાવી

·         શપથ પહેલાં ફેસબુકે આખા દેશમાં હથિયારો, તેની સંકળાયેલી વસ્તુઓ, સુરક્ષાત્મક ઉપકરણોની જાહેરાત પર રોક લગાવી છે.

·         આ રોક બાઈડેનના શપથ લેવાના બે દિવસ પછી સુધી લાગુ રહેશે.

·         ફેસબુકે કહ્યું કે અમે પહેલાથી જ હથિયાર, વિસ્ફોટક અને હથિયાર સંવર્ધન જેમ કે સાઈલેન્સર માટેની જાહેરાત પર રોક લગાવી રહ્યા છીએ. હવે હથિયારોના સહાયક ઉપકરણોની જાહેરાત પર રોક લગાવીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post