• Home
  • News
  • નોકરિયાત વર્ગને સરકારે આપી મોટી ભેટ, PFના રૂપિયા પર મળશે હવે વધારે વ્યાજ!
post

GOOD NEWS FOR PF SUBCRIBERS: ભારતમાં 6 કરોડ નોકરિયાત લોકોને તેમના પ્રોવિડન્ટ ફંડ પર હવે વધુ વ્યાજ મળી શકશે. PFની સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ મહત્વનો નિર્ણય કર્યો છે. એક ખાનગી એજન્સીના રિપોર્ટ પ્રમાણે હવે EPFOના કર્મચારીઓના PFના એક ભાગને ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં રોકાણ કરવાનું આયોજન EPFO બનાવી રહી છે. આ નિર્ણયથી EPFOના રોકાણમાં વધારો જોવા મળશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-14 11:48:26

નવી દિલ્લીઃ ભારતમાં 6 કરોડ નોકરિયાત લોકોને તેમના પ્રોવિડન્ટ ફંડ પર હવે વધુ વ્યાજ મળી શકશે. PFની સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ મહત્વનો નિર્ણય કર્યો છે. એક ખાનગી એજન્સીના રિપોર્ટ પ્રમાણે હવે EPFOના કર્મચારીઓના PFના એક ભાગને ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં રોકાણ કરવાનું આયોજન EPFO બનાવી રહી છે. આ નિર્ણયથી EPFOના રોકાણમાં વધારો જોવા મળશે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 6 કરોડ PF ખાતાધારકોના રૂપિયાને વધુ રોકાણમાં મૂકવાથી PF ખાતાધારકોને મળતા વ્યાજદરોમાં વધારો જોવા મળી શકે છે. EPFOના રોકાણથી ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં તેજી જોવા મળશે. આ સાથે EPFOના રોકાણ માટેના ક્ષેત્રમાં વધારો જોવા મળશે. હાલમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ખાતાધારકોના રૂપિયા બોન્ડ્સ અને સિક્યોરિટીમાં રોકવામાં આવી રહ્યા છે. INVITમાં રોકાણ કર્યા બાદ રોકાણકારોને વધુ એક વિકલ્પ મળશે. INVIT મ્યુચ્યુઅલ ફંડમાં કરાતા રોકાણ તરીકે કામ કરે છે. આ નિર્ણયથી 6 કરોડ ખાતાધારકોને ફાયદો મળશે.

INVIT'S SEBIથી રેગ્યુલેટ થનાર રોકાણ માટેનો એક વિકલ્પ છે જે મ્યુચ્યુઅલ ફંડની જેમ કામ કરે છે. INVITમાં નાના સ્તરે રોકાણ કરી નિયમિત આવક મેળવી શકાય છે. નવા રોકાણ પર ખાસ વિચાર કરવામાં આવ્યો છે, INVIT માં ખાતાધારકોના રૂપિયાનો ઉપયોગ થશે અને તેનાથી મળતા ફાયદાનો લાભ ખાતાધારકોને જ મળશે.

ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં પ્રોવિડન્ટ ફંડ ખાતાધારકો માટે 8.5 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવ્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે વ્યાજની રકમ આવતા મહિને ખાતાધારકોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે. રોકાણ માટેના નવા વિકલ્પના કારણે રોકાણકારોના રૂપિયાનો થોડો ભાગ INVIT જેવા કોપર્સમાં રોકવામાં આવશે.  

હાલ આશા રાખવામાં આવી રહી છે કે રોકાણકારોને સારુ વ્યાજ મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે જ્યારે બજેટ રજૂ કર્યુ હતું ત્યારે આ વાતના સંકેત આપ્યા હતા. હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ દિશામાં આગળ વધી રહી છે અને નવા વિકલ્પ પર કામ કરવા જઈ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post