• Home
  • News
  • ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના:આકાશમાં બે હેલિકોપ્ટર અથડાતા 4ના મોત, એક લેન્ડિંગ, બીજું ટેક-ઓફ કરી રહ્યું હતું
post

થીમ પાર્કમાં હેલિકોપ્ટર દ્વારા જોય રાઈડ કરવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-02 18:54:39

કેનબેરા: ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં સોમવારે એક ભાયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આકાશમાં બે હેલિકોપ્ટર અથડાયા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે. તેમજ ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જોણવા મળી રહ્યું છે.

'ડેઈલી મેલ ઓસ્ટ્રેલિયા'ના અહેવાલ મુજબ, આ દુર્ઘટના એક થીમ પાર્ક પાસે થઈ હતી. અહીં લોકો હેલિકોપ્ટરમાં આનંદ માણી રહ્યા હતા. નજરે જોનાર એકે જણાવ્યું હતુ કે એક હેલિકોપ્ટર લેન્ડ કરી રહ્યું હતું અને બીજું ટેક-ઓફ કરી કહ્યું હતુ. આ દરમિયાન બંને અથડાયા હતા.

નજરે જોનારે કહ્યું- બધા ભયભીત થઈ ગયા
દુર્ઘટનાને નજરે જોનાર અન્ય એક એમ્મા બિર્ચે કહ્યું- એક હેલિકોપ્ટર નીચે રહ્યું હતું. તે જ સમયે બીજું હેલિકોપ્ટર ટેક-ઓફ કરી રહ્યું હતું. બંને હેલિકોપ્ટર ખૂબ જ નજીક આવી ગયા હતા અને પછી અથડાઈ ગયા હતા. અમે મોટો ધડાકો સાંભળ્યો હતો. અમે એક હેલિકોપ્ટરને બેલેન્સ ગુમાવીને જમીન પર પડતું જોયું. તેમાંથી ધુમાડો નીકળતો હતો. અકસ્માત ભયાનક હતો. થીમ પાર્કમાં દરેક લોકો ભયભીત થઈ ગયા હતા.

આ અકસ્માતમાં પાયલોટ સહિત 4ના મોત થયા હતા
ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમના એક અધિકારીએ જણાવ્યું - હેલિકોપ્ટર માત્ર થીમ પાર્કના હતા. તેમના પર થીમ પાર્કનો લોગો હતો. જે હેલિકોપ્ટર નીચે પડ્યું હતું તેમાં પાયલોટ સહિત 7 લોકો સવાર હતા. જેમાંથી 4ના મોત થયા હતા. આ સિવાય પાર્કમાં હાજર એક મહિલા અને તેના બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમની હાલત નાજુક છે. બીજા હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. તમામ ઘાયલ થયા છે.

થીમ પાર્કમાં હેલિકોપ્ટર દ્વારા જોય રાઈડ કરવામાં આવે છે
ક્વીન્સલેન્ડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું - લોકો સી વર્લ્ડ થીમ પાર્કમાં નવા વર્ષની ઉજવણી કરવા આવ્યા હતા. રજાઓના કારણે અહીં ભારે ભીડ જોવા મળી હતી. જેવા જ બે હેલિકોપ્ટર અથડાયા કે લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં હેલિકોપ્ટર દ્વારા જોય રાઈડ કરવામાં આવે છે. તેથી આ પ્રકારની ઘટના બનવી તે પરેશાન કરનારું છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post