• Home
  • News
  • બિલ ગેટ્સે રૂ.4,600 કરોડમાં ખરીદ્યું વૈભવી અને ઈકોફ્રેન્ડલી સુપરયૉટ, તસવીરો જોઈ કહેશો Wow
post

સુપરયૉટ બળતણના બાયપ્રોડક્ટમાં ફક્ત પાણી નીકળે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 11:25:47

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે(Bill Gates) એક ખૂબ સુંદર સુપરયૉટ(Superyacht) ખરીદ્યું છે. સુપરયૉટ માત્ર લિક્વિડ હાઇડ્રોઝન પર ચાલે છે. એટલે કે સુપરયૉટ બળતણના બાયપ્રોડક્ટમાં ફક્ત પાણી નીકળે છે.

 

મીડિયા રિપોર્ટ મુજબ બિલ ગેટ્સના સુપરયૉટની કિંમત આશરે 645 મિલિયન ડોલર(લગભગ 4,600 કરોડ રૂપિયા) બતાવવામાં આવી રહી છે. ગત વર્ષે સુપરયૉટનો પ્લાન મોનેકો યૉટ શોમાં રજૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીના સૌથી મોંઘા સુપરયૉટમાંથી એક છે. આની લંબાઈ 370 ફીટ છે. રિપોર્ટ પ્રમાણે સુપરયૉટ લગ્ઝરી સુવિધાઓથી લેસ છે. સુપરયૉટમાં 5 ડેક્સ છે. જેમાં 14 ગેસ્ટ્સ અને 31 ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી શકે છે. રિપોર્ટ મુજબ સુપરયૉટમાં એક જીમ, યોગા સ્ટૂડિયો, બ્યુટી રૂમ, મસાજ પાર્લર અને પાછળના ડેક પર કેસ્કેડિંગ પૂલ પણ બનેલું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સુપરયૉટમાં સૌથી આકર્ષિક વસ્તુ 28 ટેન્કની બે સીલ્ડ ટેન્ક છે. બંને ટેન્કનું તાપમાન લગભગ 253 ડિગ્રી સેલ્સિયસ છે. જેમાં લિક્વિડ હાઇડ્રોઝન છે. જેનાથી આખા સુપરયૉટને પાવર મળે છે. માહિતી મુજબ બિલ ગેટ્સને સુપરયૉટ પર રજાઓ માણવી ખૂબ ગમે છે. પરંતુ પહેલીવાર છે જ્યારે તેમણે પોતાનો કોઈ સુપરયૉટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કેટલીક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ બિલનું સુપરયૉટને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં વર્ષ 2024 સુધીનો સમય લાગશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post