• Home
  • News
  • કોવિડ-19 વેક્સીન ટ્રેકર:અબજોપતિ બિઝનેસમેન એલન મસ્કે કહ્યું કે હું અને મારો પરિવાર વેક્સીન નહીં લગાવીએ, શા માટે એલને આવું કહ્યું કારણ જાણો
post

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા ડેવલપ કરવામાં આવેલી કોવિડ-19ની વેક્સીન કોવિશિલ્ડ જલ્દી રિવ્યૂ માટે તૈયાર થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 11:22:54

સમગ્ર દુનિયાની અર્થવ્યસ્થા કોવિડ-19ના કારણે મંદીની ઝપેટમાં છે અને વેક્સીનની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં અમેરિકાના બિઝનેસમેન એલન મસ્કે એમ કહીને બધાનું ધ્યાન ખેંચ્યું કે તેઓ અને તેમના બાળકો વેક્સીનનો ઉપયોગ નહીં કરે. તેમનો દાવો છે કે, આ વાઈરસને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી.

કેમ મસ્ક આવું કહી રહ્યા છે?

·         ન્યૂયોર્ક ટાઈમ્સના પોડકાસ્ટમાં સ્પેસ એક્સ, ટેસ્લા, અને ન્યૂરલિંકના સ્થાપક, મસ્કએ કહ્યું હતું કે તેમને કે તેમના પરિવારને વાઈરસનું જોખમ નથી. જો કે, આ પહેલી વખત નથી કે જ્યારે મસ્કે આ વાઈરસને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હોય.

·         અગાઉ પણ મસ્કે અમેરિકા સહિત દુનિયાભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે, વાઈરસને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે કહેવામાં આવ્યું કે, તેના કારણે ઘણા લોકો મરી ગયા છે, તો મસ્કે કહ્યું કે, જે જન્મ લે છે તે મૃત્યુ પણ પામશે.

·         મસ્કનો દાવો છે કે, મહામારીના કારણે તેમની સ્પેસ ટેક્નોલોજી કંપની સ્પેસએક્સમાં એક દિવસ પણ કામને અસર નથી થઈ. મહામારીમાં સ્પેસએક્સને નાસાના એસ્ટ્રોનોટ્સને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો. આવું કરનારી તે દુનિયાની પહેલી પ્રાઈવેટ કંપની બની ગઈ છે.

·         મસ્કનું કહેવું છે કે, લોકડાઉન લગાવીને સૌને ઘરે બેસાડવા એ સારો આઈડિયા નથી. જે લોકો રિસ્કમાં છે, તેમને બીમારીની સારવાર પૂરી ન થાય ત્યાં સુધી ક્વોરન્ટીન કરવામાં આવે. બધાને ઘરે બેસાડવાની જરૂર નથી. જે થયું તે થયું. હવે આ મામલે ગભરાવવાની જરૂર નથી.

ઓક્સફર્ડની વેક્સીન રિવ્યૂ માટે તૈયાર

·         ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા ડેવલપ કરવામાં આવેલી કોવિડ-19ની વેક્સીન કોવિશિલ્ડ જલ્દી રિવ્યૂ માટે તૈયાર થશે. યુરોપીય રેગ્યુલેટર 1-2 અઠવાડિયાંમાં તેનું એક્સિલરેટેડ રિવ્યૂ શરૂ કરી શકે છે.

·         બ્લૂમબર્ગના રિપોર્ટમાં આ મામલાથી જોડાયેલા એક વ્યક્તિના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે, કોવિશિલ્ડ યુરોપમાં રેગ્યુલેટરી અપ્રૂવલ લેનારી પ્રથમ વેક્સીન હોઈ શકે છે. યુરોપીય મેડિસીન એજન્સી 1-2 અઠવાડિયાંની અંદર તેનો રોલિંગ રિવ્યૂ શરૂ કરી શકે છે.

·         આ પ્રકારના અસેસમેન્ટ ઈમર્જન્સીની પરિસ્થિતિમાં થાય છે. ખાસ કરીને કોવિડ-19 મહામારીના પ્રકોપને જોઈને ઈમર્જન્સી અપ્રૂવલ જરૂરી છે. તેથી બની શકે કે રિવ્યૂ થયા બાદ જલ્દી કોલિશિલ્ડને રેગ્યુલેટરી અપ્રૂવલ મળી જાય.

·         કોઈ એક વ્યક્તિની તબિયત ખરાબ થતા કોવિશિલ્ડની ફેઝ-3 ટ્રાયલ 6 સપ્ટેમ્બરના રોજ યુકેમાં બંધ થઈ ગઈ હતી. જો કે, સલામતી તપાસને પગલે 12 સપ્ટેમ્બરના રોજ યુકેમાં ફરી ટ્રાયલ શરૂ થઈ હતી. યુકે, બ્રાઝિલ, ભારત અને સાઉથ આફ્રિકામાં પણ આ વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વેક્સીન નહીં આવે

·         અમેરિકન કંપની મોડર્નાએ કહ્યું કે, તેની રસી આવતા વર્ષ પહેલા નહીં આવે. કંપનીના CEO સ્ટીફન બાંસેલે કહ્યું કે, 25 નવેમ્બર સુધીમાં અમેને પૂરતો ડેટા મળી જશે અને તે આધારે જ વેક્સીનના ઇમરજન્સી યુઝ અપ્રૂવલ માટે FDAને ફાઇલ મોકલીશું.

·         બાંસેલનું કહેવું છે કે, વર્ષ 2021માં ફેબ્રુઆરી-માર્ચ પછી જ મંજૂરી મળવાની અપેક્ષા છે. CEOનું નિવેદન પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સના નિવેદન સાથે મેળ ખાય છે, જેઓ કહેતા હતા કે આ રસી આવતા વર્ષે જ અમેરિકામાં ઉપલબ્ધ થશે. તે પહેલાં નહીં.

·         અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવો દાવો કરી રહ્યા હતા કે ચૂંટણી પહેલાં પણ વેક્સીનને અમેરિકન જનતા માટે મંજૂરી આપવામાં આવી શકે છે. જો કે, પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સ ઉતાવળ કરવાની વિરુદ્ધ હતા અને આ દાવાને નકારી રહ્યા હતા

 

adv

Related News

post
post
post
post
post
post
post