બિટકોઈનના કડાકા સાથે ક્રિપ્ટો બજારની માર્કેટ કેપિટલ પણ 24 કલાકમાં 8% ઘટીને 1.04 લાખ કરોડ ડોલર પર પહોંચી છે
અમદાવાદ: ક્રિપ્ટો કિંગ તરીકે ઓળખાતા બિટકોઈનના ભાવમાં સોમવારના
શરૂઆતી સત્રમાં ભારે તારાજી સર્જાઈ છે. બિટકોઈનનો ભાવ ડિસેમ્બર, 2020 બાદ પ્રથમ વખત 25,000 ડોલરની નીચે ગગડ્યો છે.
ભારતીય
સમયાનુસાર સોમવારે સવારે 9
કલાકે
બિટકોઈન 9%ના કડાકે 25,200 ડોલરની આસપાસ કામકાજ કરી
રહ્યો છે. જોકે ઈન્ટ્રાડેમાં બિટકોઈનમાં 11%થી વધુના ઘટાડે 24,800નું લેવલ જોવા મળ્યું
હતુ, જે ડિસેમ્બર, 2020 બાદનું સૌથી નીચલું સ્તર
છે.
ચોંકાવનારી વાત એ છે કે
છેલ્લા એક સપ્તાહમાં 7%ના ઘટાડા છતા નવા
સપ્તાહે પણ ક્રિપ્ટોકિંગમાં મસમોટો કડાકો અને એ પણ સરેરાશ વોલ્યુમનની સામે
નોંધપાત્ર 25%
વધારે
વોલ્યુમ સાથે આવેલ આ કડાકો સૂચવે છે કે બિટકોઈન મંદીના ભરડામાં ફસાયેલો છે અને હવે
તેના સેન્ટીમેન્ટ નબળા પડી રહ્યાં છે તેથી જ રોકાણકારો ગમે તે લેવલે વેચવાલી કરી
રહ્યાં છે.
બિટકોઈનના કડાકા સાથે
ક્રિપ્ટો બજારની માર્કેટ કેપિટલ પણ 24 કલાકમાં 8% ઘટીને 1.04 લાખ કરોડ ડોલર પર પહોંચી
છે. બિટકોઈનનો હિસ્સો ક્રિપ્ટો બજારના કુલ માર્કેટ કેપમાં 0.50% ઘટીને 47.20% થયો છે.