• Home
  • News
  • ચીનના કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ, 2નાં મોત::12 લોકો ગુમ, 34 ઘાયલ; 24 કલાક બાદ પણ આગ બેકાબૂ
post

લોકો સરકાર પાસે ઈન્ડસ્ટ્રિયલ એરિયા અને ફેક્ટરીને સુરક્ષિત બનાવવા માટે યોજનાઓ બનાવવાની વાત કરી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 19:05:34

ચીનના લિયાઓનિંગ પ્રાંતના પેનઝિન શહેરમાં એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો. આ ઘટનામાં 2 લોકોનાં મોત થયા. જ્યારે 34 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. બીજી બાજુ 12 લોકો ગુમ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના રવિવારે બપોરના 1.30 વાગ્યાની છે. ધમાકા બાદ પ્લાન્ટમાં આગ લાગી ગઈ. જોકે સોમવારની સવાર થતા હજી સુધી આગ પર કાબૂ નથી મેળવી શકાયો.

ચીની મીડિયા CCTV મુજબ, ઘટના દરમિયાન નવા મશીનો લગાવવામાં આવી રહ્યા હતા. સાથે જ મેન્ટેનન્સનું પણ કામ ચાલી રહ્યું હતું. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જેમાં ધુમાડાના ગોટા ઉડતા દેખાઈ રહ્યાં છે.

આગ લાગવાનું કારણ નથી જાણવા મળ્યું
એક અધિકારીએ જણાવ્યું કે, ફેક્ટરીમાં પહેલા તો એક બ્લાસ્ટ થયો. ત્યારબાદ ત્યાં આગ લાગી ગઈ. આગ એટલી ભયાનક હતી કે ઝડપથી આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ. જોકે આગ કેવી રીતે લાગી, તેની જાણકારી નથી મળી. આ ઘટના બાદ ફેક્ટરીમાં સેફ્ટીને લઈ સરકાર પર સવાલો ઉઠી રહ્યાં છે. લોકો સરકાર પાસે ઈન્ડસ્ટ્રિયલ એરિયા અને ફેક્ટરીને સુરક્ષિત બનાવવા માટે યોજનાઓ બનાવવાની વાત કરી રહ્યા છે.

2015માં 173 લોકોના જીવ ગયા હતા
આ પહેલી વખત નથી કે જ્યારે ચીનના કોઈ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આગ લાગી હોય, 2019માં જિયાંગસૂમાં એક ઈન્ડસ્ટ્રિયલ પાર્કને બંધ કરી દેવાયું હતું. અહીંયા ધમાકો થયો હતો, જેમાં 78 લોકોના મોત થઈ ગયાં હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. 2015માં બંદરગાહ શહેર ટિયાંજિનમાં એક વેર હાઉસમાં આગ લાગી હતી. અહીંયા ખતરનાક કેમિકલ રાખેલા હતા. ત્યારે આ ઘટનામાં 173 લોકો માર્યા ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post